1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2019 (14:00 IST)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ

વડાપ્રધાન મોદીએ મંગળવારે અમદાવાદના રાણિપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. આ પહેલાં તેમને માતા હિરાબાના આશિર્વાદ મેળવ્યાં હતાં. ત્યાર બાદ તેઓ ખુલ્લી જીપમાં મતદાન માટે પહોંચ્યાં હતાં. હવે ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કરેલા રોડ-શો પર ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માગ્યો છે. કોંગ્રેસે ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ લગાવ્યો છે.લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પર પત્રકારો સાથે વાત કરતા વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિન્હાએ કહ્યું કે આ મામલે ગુજરાતના CEO પાસેથી એક રિપોર્ટ માગવામાં આવ્યો છે.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે વડાપ્રધાને આદર્શ આચારસંહિતાનું ઉલ્લઘંન નથી કર્યુ પણ આ મામલે ચૂંટણી પંચ તરફથી કોઈ અધિકૃત રીતે નિવેદન સામે આવ્યુ નથી.