શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: કેદારનાથઃ , રવિવાર, 19 મે 2019 (06:59 IST)

નરેન્દ્ર મોદી બાબા આજે બદ્રીનાથના શરણે, કેદારનાથમાં રાત્રી રોકાણ કરીને ગુફામા કર્યું ધ્યાન

વડાપ્રધાન નરેન્દ્ર  બાબા કેદારનાથના દર્શન કર્યા  હતા. જે બાદ તેઓ દોઢ કિલોમીટર દુર આવેલી ગુફામાં ભગવું વસ્ત્ર ઓઢીને ધ્યાનમાં બેઠા હતા. ગુફા સુધી પહોંચવા તેઓ ચાલીને પહોચ્યા હતા.  મંદિરના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના પણ કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી કેદારનાથ સ્થિત એક ગુફામાં ધ્યાન પણ કર્યું . પ્રધાનમંત્રી કેદારપુરીમાં ચાલી રહેલા પુનઃનિર્માણના કાર્યોનું પણ નિરીક્ષણ કરશે.ઉલ્લેખનીય છે કે, પ્રથમવાર પીએમ મોદી કેદારનાથમાં રાત્રી રોકાણ કર્યું છે અને મોદીએ આજે બદ્રીનાથ જશે જ્યાં ભગવાન બદ્રીનારાયણના દર્શન કરશે
મોદી જે ગુફામાં બેઠા હતા તે પાંચ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી છે.તેને તૈયાર કરવામાં લગભગ સાડા આઠ લાખ રુપિયાનો ખર્ચ થયો છે. તેઓ કલાકો સુધી ગુફામાં ધ્યાનમાં બેસ્યા, આ પછી તેમણે સાંજે કેદારનાથ મંદિરમાં થનારી આરતીમાં ભાગ લીધો
 
કેદારનાથના પુનરૂત્થાનની જવાબદારી સંભાળ્યા બાદ મોદીએ જ કેદારનાથ ગુફાના પુનર્નિર્માણના નિર્દેશ આપ્યા હતા. ગત વર્ષે બનીને તૈયાર ગુફાનું સંચાલન આ વર્ષથી શરૂ થઈ ગયુ. આ વર્ષે મહારાષ્ટ્રના જય શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુફામાં રોકાનાર બીજા ભક્ત હશે.