મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2019 (12:24 IST)

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા, પત્ની ભાજપમાં

જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં મોટા બહેન નયનાબા તથા પિતા અનિરુદ્ધ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે.  એક સમારંભમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. થોડા દિવસ પહેલા રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા ભાજપમાં જોડાયા હતા. આજે રાજકોટનાં કાલાવાડ ખાતે લોકસભાનાં ઉમેદવાર મૂળુ કંદોરિયાનાં સમર્થનમાં યોજાયેલ સભામાં નયનાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા હાજર રહ્યાં હતાં. જ્યાં તેમને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા અને ધારાસભ્ય હકુભા જાડેજાની હાજરીમાં રિવાબાએ ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. શહેર ભાજપના હોદ્દેદારોએ તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા. ત્યારે રિવાબાએ જણાવ્યું હતું કે, તેઓ જનસંઘથી ભાજપ સુધીની યાત્રાની વૈચારિક પધ્ધતિથી પ્રભાવિત થઇને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. કોઇ રાજકીય અપેક્ષા ન હોવાનું કહીને માત્ર કાર્યકર તરીકે જોડાઇ રહ્યા હોવાનું કહ્યું હતું.'થોડા સમય પહેલા રિવાબાએ રવિન્દ્ર જાડેજા સાથે વડાપ્રાધાનની મુલાકાત લીધી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટકોર સ્વરૂપે સૂચન કરતા કહ્યું હતું કે, રાજકારણમાં સારા માણસોની જરૂર છે એટલે વિચારો, બસ આ જ ટકોરથી રાજકારણમાં જોડાવાની પ્રેરણા મળી હોવાનું રિવાબાએ સ્વીકાર્યું હતું.