ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ ભાજપનો ખેસ ધારણ કર્યો

Last Modified સોમવાર, 4 માર્ચ 2019 (13:11 IST)

લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી છે એવામાં જ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ રાજકારણમાં એન્ટ્રી મારીને બધાને આશ્ચર્યમાં પાડી દીધા છે. લોકસભા ચૂંટણીની બરાબર પહેલા જ જાડેજાની પત્ની રિવાબાએ ભાજપ સરકાર સાથે હાથ મિલાવી લીધો છે. તેઓ રવિવારે સાંજે જામનગરમાં ગુજરાતના કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને સાંસદ પૂનમ મદામની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા હતા. રિવાબા જાડેજાના રાજકારણમાં પ્રવેશ કરવાથી લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપને લાભ મળી શકે છે. મંત્રી આર.સી. ફળદુ અને સાસંદ પૂનમ માડમની હાજરીમાં રિવાબા જાડેજાને વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરમાં આવેલ ભાજપના કાર્યાલયમાં પાર્ટીના નેતાઓનું માનવું છે કે, રિવાબા દ્વારા ખાસકરીને યુવાઓને આકર્ષવામાં મદદ મળશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં ૭૫૦ પથારીઓની વ્યવસ્થા સાથેની નવી તૈયાર થયેલી ગુરુગોવિંદ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. નોંધનીય છે કે રિવાબા જાડેજા ગુજરાત કરણી સેનાનાં મહિલા પ્રમુખ છે.આ પણ વાંચો :