મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By

આ ગામડામાં ઘરનું બારણું ખોલાવવા માટે જોરથી બૂમ પાડવી પડે છે 'મોદી-મોદી" આ છે કારણ

જ્યારે પણ દેશમાં ચૂંટણી હોય છે તો એક જુદો જ વાતાવરણ બની જાય છે. આ સમયે ઘણા અનોખા અને રોચક નજારા પણ જોવા મળે છે. એક એવું જ રોચક નજારું આજકાલ મધ્યપ્રદેશના મુરૈનામાં જોવા મળી રહ્યું છે. અહીં એક ગામમાં લોકોને તેમના- તેમના ઘરની આગળ લખાવી રાખ્યું છે કે ડોરબેલ ખરાબ છે, બારણું ખોલાવવા માટે જોરથી મોદી-મોદી બૂમ પાડો.. 
 
આ અદભુત નજારો મુરૈનાના રામનગર ક્ષેત્રમાં જોવા મળે છે. મીડિયા રિપોર્ટસના મુજબ અહી રહેતા ગિરિરાજ શર્માનો કહેવું છે કે તેના ઘરની ડોરબેલ ખરાબ થઈ ગઈ હતી. તે સમય મનમાં કઈક નવું કરવાના વિચાર આવ્યા. તેથી તેણે તેમના ઘરના ડોરબેલના નીચે પરચો લગાવી દીધું "ડોરબેલ ખરાબ છે, કૃપ્યા જોરથી મોદી-મોદી બૂમ પાડો.." 
 
આ ગામના ઘણા ઘરોમા હવે આ રીતની પરચા લાગેલા છે. કે આકર્ષણના કેંન્દ્ર બની ગયા છે. કોઈ પણ માણસ જો આ ઘરની સામેથી પસાર હોય છે તો પરચીને જોઈને એક વાર ચેહરા પર મુસ્કાન જરૂર આવી જાય છે.