શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શુક્રવાર, 22 માર્ચ 2019 (12:04 IST)

મુખ્યપ્રધાન રૂપાણી સહિતના નેતાઓ દિલ્હીમાં ઉમેદવારો અંગે મંથન કરશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ધમધમાટ શરૂ થયો છે. ભાજપ ગુજરાતમાં પોતાની 26 સીટો માટે ધરખમ ઉમેદવારોની શોધમાં કમર કસી રહ્યું છે. ગુરુવારે સાંજે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતના ગાંધીનગર સીટ પર અમિત શાહના નામ પર મોહર લાગી ગઇ છે. હવે બીજી 25 સીટો માટે ઉમેદવારો માટે મહામંથન શરૂ થયું છે, તેના માટે આજે ગુજરાતના દિગ્ગજ નેતાઓ દિલ્હીમાં આજે હાઇકમાન સાથે બેઠક કરશે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતનાં નેતાઓ દિલ્હી લોકસભા ચૂંટણીનાં ઉમેદવારોની ફાઇનલ યાદી સાથે દિલ્હી પહોંચી ગયા છે. મુખ્યપ્રધાન રૂપાણી દિલ્હી ખાતે મુખ્યપ્રધાન રૂપાણી સહિતના નેતાઓ અમિત શાહની મુલાકાત કરી ગાંધીનગર બેઠક માટે શુભેચ્છા પાઠવી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતનાં નેતાઓ દિલ્હીમાં આજે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે લોકસભા ઉમેદવાર યાદી અંગે ચર્ચા વિચારણા કરી શકે છે. જે પછી ગુજરાતની બેઠકો પર ઉમેદવારોનાં નામો પર મહોર લાગી શકે છે.