શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 10 એપ્રિલ 2024 (12:50 IST)

Bansuri Swaraj News: બીજેપી ઉમેદવાર અને સુષમા સ્વરાજની પુત્રી સાથે મોટી દુર્ઘટના, આંખો પર પટ્ટી બાંધીને પહોચી મંદિર

bansuri swaraj
bansuri swaraj
બીજેપી નેતા અને નવી દિલ્હી લોકસભા સીટ પરથી ઉમેદવાર બાંસુરી સ્વરાજની આંખમાં સાધારણ વાગ્યુ છે. મંગળવારે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની આંખ ઘવાઈ હતી. બાંસુરીએ એક્સ (ટ્વિટર) પર આની માહિતી આપી.  તેણે જણાવ્યુ કે પ્રચાર દરમિયાન તેમની આંખ ઘવાઈ. તેમને પોતાની સારવાર માટે મોતીનગરના ડૉ. નીરજ વર્માનો આભાર માન્યો. ઉલ્લેખનીય છે કે બાંસુરી સ્વરાજ હાલ પોતાની લોકસભા સીટ પરથી જોર શોરથી પ્રચારમાં લાગી છે.  

ઘાયલ થયા પછી મંદિરમાં પૂજા કરવા પહોચી 
 
મળતી માહિતી મુજબ મંગળવારે તે પોતાના લોકસભા ક્ષેત્રમાં જ સમર્થકોની સાથે ચૂંટણી પ્રચાર કરી રહી હતી. આ દરમિયાન તેની આંખ ઘવાઈ. મંગળવારે નવરાત્રિનો પહેલો દિવસ હતો. આંખમાં વાગ્યા પછી પણ બીજેપી ઉમેદવાર બાંસુરી સ્વરાજ રમેશ નગરના સનાતન ધર્મ મંદિરમાં આયોજીત માતાની ચૌકીમાં સામેલ થઈ. તેમણે મંદિરમાં માતા રાનીની પૂરી વિધિથી પૂજા કરી અને તેમના આશીર્વાદ લીધા. 

કોણ છે બાંસુરી સ્વરાજ ?
 
બંસુરી સ્વરાજ વ્યવસાયે એક વકીલ છે. તે પૂર્વ વિદેશ મંત્રી સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજની પુત્રી છે. તેણે બ્રિટનમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. તેણે લંડનની બીપીપી લો સ્કૂલમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તે છેલ્લા ઘણા સમયથી સુપ્રીમ કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ કરી રહી છે. ગયા વર્ષે ભાજપે બાંસુરીને દિલ્હી રાજ્યના લો સેલના રાજ્ય સહ-સંયોજક બનાવ્યા હતા. તે ઘણી વાર પાર્ટી માટે ઊભી રહેતી. આ વર્ષે પાર્ટીએ તેમને નવી દિલ્હી સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.