રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 26 માર્ચ 2024 (17:17 IST)

બીજેપી ઉમેદવારોનુ છઠ્ઠુ લિસ્ટ રજુ, મણિપુર ઈનરથી કપાઈ કેન્દ્રીય મંત્રી રાજકુમાર રંજન સિંહની ટિકિટ

ભારતીય જનતા પાર્ટી એ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનુ છઠ્ઠુ લિસ્ટ રજુ કર્યુ છે. લિસ્ટમાં ત્રણ ઉમેદવારોના નામ છે. બીજેપીએ રાજસ્થાનના દૌસાથી સાંસદ જસકૌર મીણાની ટિકિટ કાપીને કનૈયાલાલ મીણાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. બીજી બાજુ કરૌલી ધૌલપુરના સાંસદ ડો. મનોજ રાજૌરિયાની પણ ટિકિટ કપાઈ છે. મનોજના સ્થાન પર ઈંદુ દેવી જાટવને બીજેપીએ ટિકિટ આપી છે. 
 
અત્યાર સુધી 24 ઉમેદવારોના નામ જાહેર 
દૌસાથી કોંગ્રેસે મુરારી લાલ મીણાને ઉમેદવાર જાહેર કર્યા છે. કરૌલી-ઘૌલપુર લોકસભા સીટ પરથી કોંગ્રેસે અહીથી ભજનલાલ જાટવ ને ટિકિટ આપી છે. ભાજપાએ પ્રદેશની 25 લોકસભા સીટમાંથી 24 સીટ પર ઉમેદવાર જાહેર કર્યા છે. 
 
મણિપુર માટે ઉમેદવારનુ એલાન 
બીજી બાજુ મણિપુરની એક સીટ માટે પણ બીજેપીએ પોતાના ઉમેદવારના નામનુ એલાન કર્યુ છે.  મણિપુર ઈનરથી સાંસદ કેન્દ્રીયમંત્રી રાજકુમાર રંજનસિંહની ટિકિટ કપાઈ ગઈ છે. રાજકુમારના સ્થાન પર બીજેપીએ ટી બસંત કુમાર સિંહને ઉમેદવાર બનાવ્યા છે. 
 
રવિવારે 7 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી  
આ પહેલા રવિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટે રાજસ્થાનના વધુ સાત ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પાર્ટીએ બે વર્તમાન સાંસદો, ટોંક-સવાઈ માધોપુરથી સુખબીર સિંહ જૌનપુરિયા અને અજમેરથી ભગીરથ ચૌધરીને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. ભગીરથ ચૌધરી ગયા વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. પાર્ટીએ જયપુર ગ્રામીણથી રાવ રાજેન્દ્ર સિંહ અને ઝુનઝુનુથી શુભકરણ ચૌધરીને ટિકિટ આપી છે. બંને પૂર્વ ધારાસભ્ય છે.
મહિલાઓને પણ ટિકિટ મળી હતી
 
પાર્ટી દ્વારા જાહેર કરાયેલા સાત ઉમેદવારોમાં ત્રણ મહિલા છે. આજે જાહેર થયેલા ઉમેદવારોમાં એક મહિલા છે. ભાજપે ગંગાનગરથી પ્રિયંકા બાલન, જયપુરથી મંજુ શર્મા અને રાજસમંદથી મહિમા વિશ્વેશ્વર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. મહિમા વિશ્વેશ્વર સિંહ, ઉદયપુરના ભૂતપૂર્વ શાહી પરિવારના સભ્ય છે.  તો બીજી બાજુ ભાજપના ધારાસભ્ય વિશ્વરાજ સિંહ મેવાડની પત્ની છે. તે રાજપૂત પ્રભુત્વવાળી રાજસમંદ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં સાંસદ દિયા કુમારી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ રાજસમંદ લોકસભા બેઠક ખાલી પડી હતી.