શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : શુક્રવાર, 15 માર્ચ 2024 (13:19 IST)

Loksabha Election 2024 Date - આવતીકાલે થશે લોકસભા ચૂંટણીની તારીખોનુ એલાન, ચૂંટણી પંચ બપોરે 3 વાગે રજુ કરશે શેડ્યુલ, આચાર સંહિતા પણ લાગૂ થશે

election commision
લોકસભા ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાના કાર્યક્રમની જાહેરાત કરવા માટે ચૂંટણી પંચે શનિવાર 16 માર્ચના રોજ પ્રેસ કૉંફેરેંસ કરશે. આ બપોરે 3 વાગે આયોજીત કરવામાં આવશે. તેને ઈસીઆઈના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ સાથે જ આખા દેશમાં આચાર સંહિતા પણ લાગૂ કરવામાં આવશે. 
 
એક દિવસ પહેલા બે ચૂંટણી આયુક્તોની નિમણૂક કરવામાં આવી છે. જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંઘુ નવા ચૂંટણી પ્રમુખે શુક્રવારે 15 માર્ચના રોજ પદભાર સંભાળ્યો છે. ત્યારબાદ પંચના ત્રણેય અધિકારીઓએ શુક્રવારે જ ચૂંટણી કાર્યક્રમને લઈને બેઠક કરી હતી. 
 
રાજનીતિક દળ પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરો 
ચૂંટની પંચે 5 ફેબ્રુઆરીના રોજ બધા રાજનીતિક દળોને સલાહ આપી છે કે ચૂંટણી પ્રચાર અભિયાનમાં બાળકોનો ઉપયોગ કોઈપણ રૂપમાં ન કરો.  પાર્ટીઓને મોકલવામાં આવેલ એડવાઈઝરીમાં ચૂંટણી પેનલે પાર્ટીઓ અને ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકો પાસેથી પોસ્ટર અને પરબીડિયા વહેચાવવા, નારેબાજી કરવાને લઈને જીરો ટોલરેંસ જાહેર કર્યુ છે. 
 
 2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ મતદારો, 2 કરોડ નવા મતદારો ઉમેરાયા
2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ લોકો મતદાન કરી શકશે. 8 ફેબ્રુઆરીના રોજ, ચૂંટણી પંચે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદાતાઓ સંબંધિત વિશેષ સમરી રિવિઝન 2024 રિપોર્ટ બહાર પાડ્યો હતો. પંચે જણાવ્યું હતું કે 18 થી 29 વર્ષની વય જૂથના 2 કરોડ નવા મતદારો મતદાનમાં જોડાયા છે. યાદી. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં 6%નો વધારો થયો છે.