મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: ગુરુવાર, 14 માર્ચ 2024 (18:21 IST)

ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાની પક્ષમાંથી હકાલપટ્ટી

Lok sabha election 2024 - લોકસભા બેઠક ઉપર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે. વડોદરા શહેરના ભાજપના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. જેને લઇ ભાજપ દ્વારા તેમની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવી છે. જેમાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા ડો. જ્યોતિબેન પંડ્યાને ભાજપના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યોતિબેન પંડ્યા અગાઉ વડોદરા શહેરના મેયર રહી ચૂક્યા છે.
રાજકોટમાં ભાજપની બે મહિલા કોર્પોરેટરની પાર્ટીમાંથી હકાલપટ્ટી
રાજકોટમાં ગોકુલનગર આવાસ યોજનાનાં ડ્રોમાં મોટું કૌભાંડ થયાનું સામે આવ્યું હતું. જેમાં વોર્ડ નં. 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં. 6ના કોર્પોરેટર દેવુબેન જાદવનાં પતિ દ્વારા પત્નીનાં પદનો ફાયદો લઈ મળતિયાઓને આવાસ ફાળવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. સમગ્ર મામલે મ્યુનિ. કમિશનરે એક તપાસ સમિતિની રચના કરી હતી. જેના રિપોર્ટમાં બંને કસૂરવાર હોવાનું ખુલતા ભાજપે 48 કલાકની નોટિસ આપી હતી. જેમાં બંને કોર્પોરેટરોએ રજૂ કરેલા બચાવને ફગાવી દઈ હાલ 6 વર્ષ માટે બંનેને ભાજપનાં સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે ભાજપે બંનેને માત્ર ભાજપનાં સભ્યપદેથી સસ્પેન્ડ કરી સંતોષ માની લીધો છે. જેને લઈ બંન્ને અપક્ષનાં નગરસેવક તરીકે કોર્પોરેટર પદે યથાવત રહેશે.