1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: મંગળવાર, 7 મે 2024 (09:54 IST)

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા છે. જેમાં અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ઇવીએમ ખોટવાતા મતદારોને મુશ્કેલી પડી રહી છે. તેમજ ગુજરાતના વિવિધ શહેરોમાં પણ ઇવીએમ ખોટવાયા છે. જેમાં ઇવીએમમાં બીયુ નામની એરર આવી છે.નવસારીમાં વોર્ડ નં 2, 13ના મતદાન મથકમાં EVM ખોટકાયા છે. તેમજ ટાટા બોઇઝ સ્કૂલના મતદાન મથકમાં EVM બંધ છે. તેમજ વોર્ડ નંબર 13માં 5 વોટ પડ્યા બાદ EVM ખોટકાયું છે. તેમજ સુરેન્દ્રનગરની શાળા નં 13માં EVM ખોટવાયું છે. તથા બીયુ નામની એરર આવતાં મતદાન ઠપ્પ થયુ છે. 5 મતો બાદ મશીન બંધ થતાં મતાદારો મુંઝાયા છે.

વહેલી સવારે પહોંચેલા મતદારો હેરાન થયા છે.જેમાં એક જગ્યાએ તો 5 મતો બાદ મશીન બંધ થતાં મતાદારો મુંઝાયા છે. તેમજ અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભામાં EVM ખોટવાતા મતદારોને હાલાકી પડી છે. ગુજરાતમાં આજે મતદાન શરુ થતાં જ EVM ખોટવાયા છે. જેમાં અમદાવાદમાં મતદાન શરુ થતાં જ EVM ખોટવાયું છે. તેમાં જમાલપુર ખાડિયા વિધાનસભામાં EVM ખોટવાયું છે. તેમજ આસ્ટોડિયા ચકલામાં EVM ખોટવાયાની ફરિયાદ થઇ છે. તેમજ નરોડા વિધાનસભામાં પણ EVM ખોટવાયું છે. તેમજ નરોડાની APG સ્કૂલમાં હજુ સુધી મતદાન બંધ છે.ભાવનગરમાં સરદારનગરમાં EVM ખોટવાયું છે. તેમજ સરદારનગર બુથ નંબર 166માં EVM ખોટવાયું છે. EVM ખોટકાતા મતદારોને હાલાકી પડી રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાનનો પ્રારંભ થતા EVM ખોટવાયાની ફરિયાદો સામે આવી રહી છે. જેમાં ભાવનગર બોટાદ લોકસભા સીટ ઉપર મતદાન શરૂ થયું છે. શહેરમાં ધીમી ગતિએ મતદાન શરૂ થયું છે. તેમજ નવસારીમાં મતદાન શરૂ થતાં જ EVM ખોટકાયા છે.