1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2024 (15:28 IST)

Gujarat Lok Sabha Election 2024: પોરબંદરથી કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ જનતા પાસે વોટ સાથે માંગ્યા નોટ, જાણો શુ છે કારણ ?

Lalit Bhai vasoya
Gujarat Lok Sabha Elections 2024: પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર મતદારો પાસે નોટ અને વોટ માંગ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા જપ્ત કર્યા છે પરંતુ ફંડ નથી. તેમણે કહ્યું કે, "હું પોરબંદર લોકસભામાંથી કોંગ્રેસનો ઉમેદવાર છું, મારી પાસે પૂરતા પૈસા નથી તેથી મને મતદારો પાસેથી 10 રૂપિયાની જરૂર છે." 26 બેઠકો પરના 52 ઉમેદવારોમાં હું સૌથી ઓછી સંપત્તિ ધરાવતો ઉમેદવાર છું.
 
 
એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેને વોટની સાથે એક નોટ આપવા માટે વિનંતી કરી છે. વસોયાએ કહ્યું કે મને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર છે. પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ તેમના બેંક એકાઉન્ટ નંબર અને સ્કેનર દ્વારા મતદારો પાસેથી માત્ર 10 રૂપિયાનું ફંડ માંગ્યું છે.
 
બીજી  બાજુ રાજકોટ સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાની આજે (19 એપ્રિલે)નામાંકન ભર્યુ છે. 
રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે (19 એપ્રિલ) ઉમેદવારી નોંધાવશે. ક્ષત્રિય સમાજના વિરોધને કારણે રાજ્યમાં હાઈપ્રોફાઈલ બની ગયેલી રાજકોટ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે મેદાનમાં ઉતાર્યા છે. પરેશ ધાનાણી આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે.