મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : શનિવાર, 20 એપ્રિલ 2024 (00:30 IST)

ચૂંટણીનું પ્રથમ ચરણ સમાપ્ત, આ રાજ્ય 80 ટકાથી વધુ મતદાન સાથે રહ્યું મોખરે

દુનિયાનું નો સૌથી મોટો લોકતાંત્રિક પર્વ શરૂ થઈ ગયો છે. શુક્રવાર, 19 એપ્રિલે, ભારતમાં લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ ચરણ નું મતદાન પૂર્ણ થયું છે. લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશની વિવિધ લોકસભા સીટો પર કુલ 60.03 ટકા મતદાન થયું હતું. જો કે, તમામ મતદાન મથકો પરથી અહેવાલો પ્રાપ્ત થયા બાદ મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે.
 
આ રાજ્યોમાં થઈ ચૂંટણી  
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત, તમિલનાડુમાં 39, ઉત્તરાખંડમાં 5, અરુણાચલ પ્રદેશમાં 2, મેઘાલયમાં 2, અંડમાન  અને નિકોબાર ટાપુઓમાં 1, મિઝોરમમાં 1, નાગાલેન્ડમાં 1, પોંડીચેરીમાં 1, સિક્કિમમાં 1 બેઠક છે. લક્ષદ્વીપમાં 1  મતદાન થયું છે. આ ઉપરાંત રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, આસામ અને મહારાષ્ટ્રની 5-5, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 2 અને ત્રિપુરા, જમ્મુ અને કશ્મીર અને છત્તીસગઢ  1-1 બેઠક પર મતદાન સંપન્ન થયું. 
 
આ રાજ્યમાં રેકોર્ડ મતદાન 
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ ત્રિપુરામાં સૌથી વધુ 80.35 ટકા મતદાન નોંધાયું છે. સાથે જ  બિહારમાં સૌથી ઓછું 48.50 ટકા મતદાન થયું. પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા, પોંડીચેરીમાં 73.76 ટકા, આસામમાં 72.27 ટકા અને મેઘાલયમાં 74.33 ટકા મતદાન નોંધાયું.
 
આ ઉપરાંત લક્ષદ્વીપમાં 59.02 ટકા, ઉત્તર પ્રદેશમાં 60.25 ટકા, અંડમાન-નિકોબારમાં 63.99 ટકા, નાગાલેન્ડમાં 56.91 ટકા, મહારાષ્ટ્રમાં 56.54 ટકા, મિઝોરમમાં 54.25 ટકા, 54.27 ટકા અને ઉત્તર પ્રદેશમાં 54.27 ટકા અને રાજધાનીમાં 56.27 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. બીજી તરફ, અરુણાચલ પ્રદેશ વિધાનસભા માટે 69.58 ટકા અને સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે 70.80 ટકા મતદાન થયું.
 
26 એપ્રિલે બીજા ચરણનું મતદાન
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે યોજાશે. બીજા તબક્કામાં દેશભરના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 89 બેઠકો પર મતદાન થશે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024 કુલ 7 તબક્કામાં યોજાઈ રહી છે.
 
ક્યારે- ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી ?
 
પ્રથમ તબક્કો - 19 એપ્રિલ
બીજો તબક્કો - 26 એપ્રિલ
ત્રીજો તબક્કો - 7 મે
ચોથો તબક્કો - 13 મે
પાંચમો તબક્કો - 20 મે
છઠ્ઠો તબક્કો - 25 મે
સાતમો તબક્કો - 1 જૂન
પરિણામ- 4 જૂન