મંગળવાર, 23 જુલાઈ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 7 જૂન 2024 (13:17 IST)

PM Modi Live: NDA ની સંસદીય દળની બેઠકમાં બોલી રહ્યા છે નરેન્દ્ર મોદી, આજે સરકાર બનાવવાનો કરશે દાવો

narendra modi in NDA meet
જૂના સંસદના સેંટ્રલ હોલમાં આજે એનડીએ ઘટક દળોની બેઠક ચાલુ છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી પણ બેઠકમાં સામેલ થયા. પીએમ મોદીની આ બેઠકમાં પહોચતા જ વંદે માતરમ અને મોદી-મોદીના નારા લગાવ્યા. બેઠકમાં નરેન્દ્ર મોદીને એનડીએ દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ સાંજે એનડીએના નેતા પોતાની સરકાર બનાવવાનો દાવો રજુ કરશે.  બીજી બાજુ આ પહેલા એનડીએ દળની બેઠકમાં પીએમ મોદી બોલી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે હુ સૌથી પહેલા સદનમાં રહેલા બધા લોકોનો દિલથી આભાર વ્યક્ત કરુ છુ.  મારે માટે ખુશીની વાત એ છે કે આટલા મોટા સમૂહનુ સ્વાગત કરવાની તક મળી છે.  જે સાથી વિજયી થઈને આવ્યા છે તે અભિનંદનના આભારી છે. પણ જે લાખો કાર્યકર્તાઓએ પરિશ્રમ કર્યો છે. હુ આજે સંવિધાન સદનનાના આ સેટ્રલ હોલથી માથુ નમાવીને હુ તેમને પ્રણામ કરુ છુ.  

 
મારુ સૌભાગ્ય છે કે એનડીએના નેતાના રૂપમાં બધા સાથિઓએ સર્વસંમત્તિથી પસંદ કરીને મને નવી જવાબદારી આપી છે.  આ માટે હુ તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છુ.  વ્યક્તિગત જીવનમાં એક જવાબદારીનો એહસાસ કરુ છુ.  જ્યારે 2019માં સદનમાં બોલી રહ્યા હતા ત્યારે મે એક વાત પર બળ આપ્યુ હતુ - વિશ્વાસ. આજે જ્યારે એકવાર ફરીથી મને તમે જે જવાબદારી અપી છે તેનો મતલબ છે કે પરસ્પર વિશ્વાસનો સેતુ મજબૂત છે.  આ અતૂટ વિશ્વાસની મજબૂત ઘરાતલ પર છે અનેન આ સૌથી મોટી મુડી હોય છે. તેથી આ ક્ષણ મારે માટે ભાવુક કરનારો પણ છે અને તમારા બધાનો જેટલો આભાર માનુ એટલો ઓછો છે. 
 
ખૂબ ઓછા લોકો આ વાતોની ચર્ચા કરે છે હિન્દુસાત્નના આટલા મહાન લોકતંત્રની તાકત જુઓ કે 22 રાજ્યોમાં લોકોએ તેમને સરકાર બનાવવાની તક આપી છે.