ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

સાબરકાંઠા લોકસભા ચૂંટણી 2019 Live

[$--lok#2019#state#gujarat--$]
 
મુખ્ય પ્રતિદ્વંદી  - દિપીસિંહ રાઠોડ (ભાજપા)  રાજેન્દ્ર ઠાકોર (કોંગ્રેસ) 
 
આ વખતે વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ તથા રાજેન્દ્ર ઠાકોર વચ્ચે ચૂંટણી જંગ જામશે. દીપસિંહ ફરી એક વખત ભાજપની ટિકિટ ઉપર કિસ્મત અજમાવશે.. ગત વખતે કૉંગ્રેસે શંકરસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. ભાજપથી રાજકીય કારકિર્દી શરૂ કરનારા શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. કૉંગ્રેસમાંથી અલગ થયા બાદ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે તેમણે જનવિકલ્પ મોરચા નામનો પક્ષ સ્થાપ્યો હતો. આ વખતે તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ છે.
 
અહી આવેલો ઇડરનો ગઢ ગુજરાતમાં વિખ્યાત છે.
 
હિંમતનગર, ઇડર (SC), ખેડબ્રહ્મા (ST), ભિલોડા (ST), મોડાસા, બાયડ તથા પ્રાંતિજ વિધાનસભા બેઠળ આ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે.
921444 પુરુષ, 875714 મહિલા અને 53 અન્ય સહિત 1797211 મતદાર નોંધાયેલા છે.
 
સાબરકાંઠાના ઈતિહાસ પર નજર નાખીએ તો અહી  પ્રથમ ચૂંટણીમાં જ દેશના બીજા પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા બેઠકથી ભવ્ય વિજય મળ્યો હતો. 1951 થી 1962 એમ ત્રણ લોકસભા ચૂંટણીમાં ગુલઝારીલાલ નંદાએ કોગ્રેસના પ્રતિનિધિ તરીકે આ બેઠક પરથી ચૂંટાયેલા. આ ઉપરાંત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબહેન પટેલ પણ આ જ સાબરકાંઠા બેઠક પરથી 1973માં કોગ્રેસના ચિન્હ પર વિજેતા બન્યા હતા. સાબરકાંઠા લોકસભા બેઠક પર કોગ્રેસનો દબદબો 1951 થી લઇને 1973 સુધી રહ્યો. જો કે 1977માં પ્રથમ વખત જનતા પાર્ટીમાંથી એચ.એમ.પટેલ વિજેતા બન્યા અને તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ બન્યા હતા. આઝાદીથી અત્યાર સુધીમાં આ બેઠક પર કુલ 18 ચૂંટણીમાંથી 12 ચૂંટણીમાં કોગ્રેસ વિજેતા બની. જયારે આ બેઠક પર ભાજપનો કબજો પ્રથમવાર 1991માં આવ્યો. રામાયણ સિરિયલથી રાવણ તરીકે જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદીએ ભાજપનું કમળ પ્રથમવાર ખીલાવ્યુ. જો કે પુનઃઆ બેઠક કોગ્રેસના કબજામાં આવી. 1996થી અહીં કોગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્નિ નીશા ચૌધરી વિજેતા બન્યા હતા.
 
છેલ્લી બે લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપ માટે સાબરકાંઠા બેઠક ગઢ સમાન બની ગઇ છે. 2009માં આ બેઠક પર ભાજપના ડો.મહેન્દ્રસિંહ ચૌહાણએ કોગ્રેસના હાલના રાહુલ ગાંધીના નવરત્નમાં ગણતાં મધુસુદન મિસ્ત્રીને કારમી હાર આપી હતી. જયારે 2014ની લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી કોગ્રેસના ચિન્હ પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાધેલા મેદાનમાં ઉતર્યા. પણ તેમને ભાજપના હાલના સાસંદ દિપીસિંહ રાઠોડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો.
 [$--lok#2019#constituency#gujarat--$]