શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: નવી દિલ્હી, , શનિવાર, 26 નવેમ્બર 2022 (11:55 IST)

26/11 Celeb Reactions: 26/11ની વરસી પર કલાકારોએ વીરગતિ પ્રાપ્ત સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- અમે ભૂલ્યા નથી

mumbai
આજે 26/11 મુંબઈ આતંકી હુમલાની વરસી છે. આ હુમલાને 14 વર્ષ થઈ ગયા છે. હવે ઘણા કલાકારોએ સોશિયલ મીડિયા પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.
 
અક્ષય કુમારે  26/11માં જીવ ગુમાવનારા લોકોને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે 
અક્ષય કુમારે લખ્યું છે કે, 'મુંબઈ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા બહાદુર જવાનોને નમ્ર શ્રદ્ધાંજલિ, જેમણે 14 વર્ષ પહેલા 26/11ના હુમલામાં પોતાનો જીવ આપ્યો. અમે ભૂલ્યા નથી. આ સાથે તેમણે એક તસવીર પણ શેર કરી છે. જેમાં 22 શહીદ અધિકારીઓને જોઈ શકાય છે. તેમાં તત્કાલીન IPS અધિકારી અને જોઈન કમિશનર હેમંત કરકરે, IPS અધિકારી અને એડિશનલ કમિશનર અશોક કામટે, મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અને શ્રી તુકારામ ઓમ્બલે જેવા બહાદુરો જોઈ શકાય છે.

 
અભિષેક બચ્ચન અને રવિના ટંડને પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.
આ પહેલા અભિષેક બચ્ચને પણ 26/11ના આતંકી હુમલામાં શહીદ થયેલા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે, 'અમે ભૂલ્યા નથી'. આ ઉપરાંત તેમણે આ તારીખ 26/11 પણ શેર કરી છે. રવીના ટંડને પણ 26/11ના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે અને લખ્યું છે કે, 'હમ ના માફ કરેંગે, ના ભૂલેંગે, 26/11