રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : બુધવાર, 3 મે 2023 (15:50 IST)

Haunted Restaurant - અહીં ભૂત પિરસે છે ભાવતુ ભોજન!

ghost
Haunted Restaurant Of Spain આજે અમે તમને એક એવી રેસ્ટોરન્ટ વિશે જણાવીશું જ્યાં વેઈટર્સ નહીં પણ ભૂત ભોજન સર્વ કરે છે. અહીં લોકો લાશોની વચ્ચે ભોજન કરે છે.  હવે તમે વિચારતા હશો કે આવી રેસ્ટોરન્ટ ક્યાં છે?
 
 આ સ્પેનની એક ભૂતિયા રેસ્ટોરન્ટ (Haunted Restaurant) છે. આ રેસ્ટોરન્ટનું નામ 'લા માસિયા  એન્કાન્ટાડા' છે. આ એક ખૂબ જ ડરામણી રેસ્ટોરન્ટ છે.
 
ખરેખર, અહીં કોઈ ભૂત નથી, પરંતુ રેસ્ટોરન્ટના કર્મચારીઓ ભૂત બનીને લોકોને ભોજન પીરસે છે. લોહીના ડાઘાવાળા છરીઓ સાથે અહીં આવતા ગ્રાહકોનું સ્વાગત થાય છે.
 
અહીં લોકોને ડરાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં શો 3 કલાક ચાલે છે. અહીં 60 
બેઠકો છે અને તમારે ભોજન લેવા માટે અગાઉથી બુકિંગ કરવાની જરૂર કરવું પડશે.

- આ રેસ્ટોરન્ટમાં હાર્ટ અને અસ્થમાના દર્દીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ સાથે અહીં ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગોના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. અહીં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો  આવવાની પણ મનાઈ છે.
 
 ભૂતિયા (Haunted) વસ્તુઓમાં રસ ધરાવતા લોકો માટે આ રેસ્ટોરન્ટ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જો તમારામાં હિંમત હોય તો એકવાર આ રેસ્ટોરન્ટમાં જમવા જરૂર જવા જોઈએ. 
Edited By Monica Sahu