सुप्रभात दोस्तों यह फ़ोटो सोमनाथ टेम्पल की है, सोमनाथ को कितने दरिंदों ने कितनी बार बेरहमी से उजाड़ा, मगर इतिहास गवाह है क्रूरता और अन्याय कितने भी शक्तिशाली क्यूँ न हो आख़िर में जीत भक्ति की ही होती है, हर हर महादेव pic.twitter.com/vZ5bgMCHrA
— Kangana Ranaut (@KanganaTeam) September 12, 2020
કંગના રનૌતે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ગુજરાતના સોમનાથ મંદિરમાં પૂજા કરતી જોવા મળી રહી છે. આ ફોતાને શેર કરતાં કંગના રનૌતે કેપ્શનમાં લખ્યું- 'સુપ્રભાત મિત્રો આ ફોટો સોમનાથ ટેમ્પલનો છે, સોમનાથને કેટલાક લોકોએ ખરાબ રીતે નષ્ટ કર્યું, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે ક્રૂરત અને અન્યાય ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય આખરે જીત ભક્તિની જ થાય છે, હર હર મહાદેવ.'
કંગનાની આ પોસ્ટ દ્વારા સ્પષ્ટ થાય છે કે તેમણે ફરી એકવાર નામ લીધા વિના મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર નિશાન સાધ્યું છે. જેમાં તેમણે પોતાના મુંબઇ સ્થિત ઓફિસ તોડવાની તુલના સોમનાથ મંદિર સાથે કરી છે. આ પોસ્ટ દ્વારા અભિનેત્રીએ વધુ એક ઇશારો કર્યો છે કે જલદી જ તે પોતાનું ઓફિસ ફરીથી ઉભી કરશે.
કંગનાની પોસ્ટની સ્પષ્ટ ખબર પડે છે કે શિવસેના અને બીએમસીની કાર્યવાહીથી તેને ફરક પડતો નથી અને ક્યારેય પડશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે કંગના વિરુદ્ધ ડ્રગ્સ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહ મંત્રાલયના આદેશ પર મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ ટીમ તપાસ કરશે. કંગનાના પૂર્વ બોયફ્રેન્ડ અધ્યયન સુમને એક્ટ્રેસ પર ડ્રગ્સ લેવાના આરોપ મૂક્યા હતા.