સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (12:31 IST)

કંગનાએ શેયર કર્યો બાળા સાહેબનો વીડિયો, સોનિયા ગાંધીના મૌન પર પુછ્યુ - તમે પણ મહિલા છો, શુ તમને જોઈને તકલીફ નથી થતી ?

કંગના રાનાઉત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેના વિવાદે જોર પકડ્યું છે. બીએમસીએ કંગનાની ઓફિસ તોડ્યા બાદથી તે ખૂબ નારાજ  છે. તે આ અંગે સતત ટ્વીટ કરી રહી છે. હવે તેણે બાળા સાહેબનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. એવું પણ લખ્યું છે કે ગ્રેટ બાલા સાહેબ મારા પ્રિય આદર્શ  હતા. આ સાથે તેમણે સોનિયા ગાંધી માટે પણ ટ્વિટ કર્યું છે અને લખ્યું છે કે આ બધું જોવામાં તમને તકલીફ નથી થતી ?
 
કંગનાએ  શેર કર્યો બાલા સાહેબનો જુનો વીડિયો

 
કંગનાએ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું કે, ગ્રેટ બાલા સાહબ ઠાકરે મારા પ્રિય આઈકન્સમાંથી એક હતા, તેમનો સૌથી મોટો ડર એ હતો કે શિવસેના એકાદ  દિવસ ગઠબંધન કરશે અને કોંગ્રેસ બની જશે. હું જાણવા માંગુ છું કે આજે પોતાની પાર્ટીની આ સ્થિતિ જોઇને તેઓ કેવું અનુભવી રહ્યા હશે ? આ વીડિયો ત્યારે પણ ખૂબ  વાયરલ થયો હતો જયારે શિવસેનાએ ભાજપા છોડીને કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ કરીને સરકાર બનાવી. 
 
કંગનાએ સોનિયા ગાંધીને સવાલ કર્યો
 
આટલું જ નહીં, કંગનાએ સોનિયા ગાંધી માટે પણ ટ્વીટ કર્યું છે કે એક મહિલા તરીકે તમને કોઈ તકલીફ નથી થતી કે મહારાષ્ટ્ર સરકાર કંગના સાથે આ શુ કરી રહી છે? કંગનાએ પૂછ્યું, શું તમે તમારી પાર્ટીને નથી કહી શકતા કે તેઓ સંવિધાનના સિદ્ધાંતોને કાયમ રાખે જે આપણને ડો. આંબેડકરે આપ્યા હતા. 
 
કંગનાએ ઉદ્ધવ ઠાકરેને કડક ભાષામાં  આપ્યો સંદેશ 
 
તાજેતરમાં જ BMC એ કંગનાની મુંબઇ ઓફિસમાં તોડફોડ કરી હતી અને કહ્યું હતું કે ત્યાં ગેરકાયદેસર બાંધકામો છે. આ પછી કંગના ખૂબ જ નારાજ છે. ગુસ્સે થઈને તેમણે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વીડિયો ટ્વીટ કર્યો. જેમાં તેમણે ઉદ્ધવ ઠાકરેને કડક ભાષામાં સંદેશ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, આજે મારું ઘર તૂટી ગયું છે, કાલે તમારું ગૌરવ તૂટશે. આ પછી સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ખોટી ભાષાના ઉપયોગ માટે પણ કેસ નોંધવામાં આવ્યો હતો.