રવિવાર, 14 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: રવિવાર, 12 જાન્યુઆરી 2025 (17:06 IST)

Mahakumbh 2025- Drones-AI કેમેરા અને NSG કમાન્ડો... જાણો મહાકુંભમાં 45 કરોડ મહેમાનોની સુરક્ષા માટે શું વ્યવસ્થા છે

કુંભ 2025
Mahakumbh 2025- ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ મેળો 12 વર્ષમાં એકવાર ભરાય છે. 13મી જાન્યુઆરીથી શરૂ થનાર મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. 45 દિવસના મહાકુંભમાં લગભગ 45 કરોડ સંતો, પ્રવાસીઓ, મહેમાનો અને ભક્તો આવવાની ધારણા છે, જેઓ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે.
 
ઉત્તર પ્રદેશ પોલીસે આ 45 દિવસો દરમિયાન મહાકુંભના મહેમાનોને કોઈ નુકસાન ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. એએનઆઈના અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે મહા કુંભ માટે સુરક્ષા વ્યવસ્થા વિશે સમજાવ્યું.