ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2023 (08:13 IST)

8 દિવસ પહેલા ગુમ થયેલો માણસ શાર્કના પેટમાંથી મળ્યો, કપાયેલા હાથ પર ટેટૂ

એક મણસ તેમની ક્વોડ બાઇક પર ફરવા નિક્ળ્યો હતો પરંતુ ઘરે પાછો આવ્યો ન હતો, તેથી પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આઠ દિવસ બાદ તેમની લાશ એવી હાલતમાં મળી કે જોનારા પણ અચંબામાં પડી ગયા હતા.
 
man Found In Shark’s Stomach: એક માણસ તેમની બાઈકની સવારી કરતા રહસ્યય રીતે ખોવાઈ ગયો હતો. જ્યારે તે ઘર નથી પહોંચ્યો તો પત્નીને ખૂબ ચિંતા થવા લાગી. તેણે પોલીસને તેમની સૂચના આપી. આઠ દિવસ પછી 35 વર્ષના માણસની એવી સ્થિતિમાં લાશ મળી કે જોનારા જ ચોંકી ગયા. મૃતકની પત્નીએ કાપેલા હાથ પર બનેલા ગુલાબના ટેટૂથી તેમના પતિની ઓળખ કરી. 
 
ડિએગો અલેજાન્ડ્રો બેરિયા, 35, 18 ફેબ્રુઆરીના રોજ અર્જેન્ટીનાના ચુબુટમાં ATV ક્રોસ કન્ટ્રી ક્વાડ બાઇક ચલાવતી વખતે ગુમ થયો હતો. ઘટનાના આઠ દિવસ બાદ તેમની લાશ શાર્કના પેટમાંથી મળી. પાંચ ફૂટ લાંબી ડોગફિશ શાર્કના પેટમાં ડિએગોના અવશેષો મળતા માછીમારો દંગ રહી ગયા હતા. આ પછી તરત જ નેવીને જાણ કરી.
 
દ સનની રિપોર્ટ મુઅજબ 26 ફેબ્રુઆરીને માછીમારના જાળમાં ત્રણ મોટી માછલીઓ ફંસાઈ હતી. તેમાથી જ એક માછીમારને ડિએગોના કપાયેલા હાથ મળ્યુ. તેના પર લીલા અને લાલ ગુલાબનુ ટેટૂ બનેલુ હતુ. આ વાતની પુષ્ટિ કરતા પોલીસે એમ પણ કહ્યું કે શાર્કના પેટમાંથી માનવ માંસના અવશેષો મળી આવ્યા છે. બાદમાં, ડિએગોની પત્નીએ ટેટૂ પરથી તેના પતિને ઓળખ્યો.