રવિવાર, 7 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (16:49 IST)

પાકિસ્તાની "હલ્ક"ને જોઈએ 100 કિલોની દુલ્હન, અત્યારે સુધી 300 સંબંધ નકાર્યા

Meet Arbab Khizer Hayat
પાકિસ્તાનના "હલ્ક"ના નામથી ઓળખાતા 27 વર્ષીય અરબાબ ખિજર હયાત એક વેટલિફ્ટર છે. તેને ખાન બાબાના નામથી પણ ઓળખાય છે. તેમનો વજન 444 કિલોગ્રામ છે. પણ આ ભારે વજન તેમના માટે પરેશાની બની ગયુ છે. તેને તેમના સાઈજની દુલ્હન નહી મળી રહી છે. હકીકતમાં તે ઈચ્છે છે કે તેમની થનારી દુલ્હનનો વજન ઓછામાં ઓછું 100 કિલોગ્રામ હોય. જેથી તેમની જોડી જોવાવવામાં સારી લાગે. 
 
અરબાબ ખૈબર પખ્તુનખ્વાના મરદાનના રહેવાસી છે. તે કહે છે કે મારા પિતા ઈચ્છે છે કે હું લગ્ન કરી લઉં. તે તેમના પોતા-પોત્રી ઈચ્છે છે. પણ મને અત્યાર સુધી યોગ્ય છોકરી હજી મળી નથી. છેલ્લા સાત વર્ષથી હું મારા પ્રેમની શોધ કરી રહ્યો છું. આ સમય દરમિયાન, મેં 200-300 છોકરીઓ જોઇ છે, પરંતુ તે બધી સરેરાશ વજનની હતી. 
 
અરબાબના પરિવારની શરત એ છે કે દુલ્હનની લંબાઈ છ ફુટ ચાર ઇંચ હોવી જોઈએ, કારણ કે અરબાબની લંબાઈ છ ફૂટ છ ઇંચ છે. આ સિવાય છોકરીએ પણ સારું ખોરાક રાંધવા આવવું જોઈએ. જણાવીએ કે અરબાબનો દૈનિક આહાર 10 હજાર કેલરી છે. તે દરરોજ નાસ્તામાં 36 ઇંડા ખાય છે. આ સિવાય તે દરરોજ ચાર ચિકન ખાય છે અને પાંચ લિટર દૂધ પીવે છે.
 
હયાત કહે છે કે તેનું સ્વપ્ન વિશ્વનો સૌથી શક્તિશાળી માણસ બનવાનું છે. આ માટે, તેણે કિશોરવયના વર્ષથી તેનું વજન વધારવાનું શરૂ કર્યું અને આ વલણ અવિરત ચાલુ રહે છે. તે જણાવે છે કે તેને કોઈ બીમારી નથી અને તે તેના વજનમાં સંપૂર્ણ રીતે ફિટ છે અને સારું લાગે છે.
 
સૌથી પહેલા અરબાબ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેને દોરડાથી બાંધેલા ટ્રેક્ટરને ખેંચયુ હતું. તે સમયે તેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તેમનો દાવો છે કે વર્ષ 2012 માં તેણે જાપાનમાં 5000 કિલો વજન ઉંચક્યું છે. તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેને ડબ્લ્યુડબ્લ્યુઇ તરફથી મેડલ મળ્યો છે અને તેનું નામ ગિનીસ બુકમાં પણ નોંધાયેલું છે. જોકે તેના દાવા કેટલા સાચા છે, તે સાબિત થઈ શક્યું નથી.