રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 27 માર્ચ 2020 (16:31 IST)

આ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન

કેટલાક લોકોને વાઈન પીવું ખૂબ પસંદ હોય છે. તો કેટલાક એવા પણ છે કે તેને નુકશાનકારી માનીને મૂકી  નાખે છે. પણ આ સાચું છે કે જો વાઈનને લીમિટમાં લેવાય તો આ એક દવાનો કામ કરે છે. 
 
આમ તો માર્કેટમાં સસ્તીથી લઈને મોંઘી કીમત સુધીની વાઈન મળે છે. પણ આજે અમે જણાવી રહ્યા છે એક એવી વાઈનના વિશે જેની કીમત જાણી તમે પણ હેરાન થઈ જશો. હકીકતમાં હંગરીમાં સ્થિત ટોકાજ, જે હંગરીના સાત મોટા દારૂ ક્ષેત્રમાંથી એક છે એક એવી વાઈન બનાવી છે જેની કીમર હજારોમાં નહી પણ લાખોમાં છે તેની એક બોટલની કીમર $40,000 (2,861,348.53)રૂપિયા છે. તેને વિશ્વની સૌથી મોંઘી વાઈનમાં ગણાય છે.
 
હંગરીના જેમ્સ કારકસ નામનો આર્ટિસ્ટએ 1.5 લીટરની 20 બોટલ ડિજાઈન કરી જેમાંથી 18  2019માં રિલીજ થઈ. પણ વાઈનનો ઉત્પાદન માત્ર ત્યારે કરાય છે જ્યારે તેના માટે અનૂકૂળ વાતાવરણ હોય અને કોઈ ફંગલ ઈંફેકશન લાગવાના ચાંસ ન હોય. વાઈન મેકર્સના મુજબ વર્ષ 2008 તેના ઉત્પાદનનો બેસ્ટ વર્ષ હતું. 
 
રિપોર્ટસ મુજબ 1 ટીસ્પૂન વાઈન બનાવવા માટે 1 કિલોગ્રામ Aszu Grapes નો ઉપયોગ કરાય છે તે સિવાય 20 કિલો Aszu Grapesથી વાઈનની 37.5 સેંટીલીટરની બોટલ બને છે. જેમાં આશરે 3% અલ્કોહલની માત્રા હોય છે.