બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (14:23 IST)

સ્વાઈન ફ્લૂનો આતંક, ગુજરાતમાં 24 કલાકમાં 8 લોકોના મોત, 42 કેસ પોઝિટિવ

શહેરમાં કોઈપણ વયજૂથ સ્વાઈન ફ્લૂની ચપેટમાં આવવાનું બાકી રહી ગયું હોય તેવું નથી, દોઢ મહિનાથી માંડીને 86 વર્ષના વૃદ્ધ સુધી તમામ ચેપગ્રસ્ત બની ગયા છે. રાજ્યભરમાં ઠંડીનું જોર જે રીતે વધી રહ્યું છે તેની બમણી ઝડપથી લોકો સ્વાઈન ફ્લૂના ભરડામાં આવી રહ્યા છે. સ્વાઈન ફ્લૂ લોકો માટે યમરાજ બનીને આવ્યો છે. જે દિવસે ને દિવસે લોકોના જીવન પર કાળો કેર વર્તાવી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂથી 8 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે અને 42થી વધુ નવા કેસ નોંધાયા છે. ઠંડી વધતા સ્વાઈન ફ્લૂના વાયરસ વધુ ફેલાય છે જેના કારણે ઠંડીની સાથે આ રોગના પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 8 લોકોના મૃત્યુમાં વડોદરા શહેરના 3, રાજકોટના 2, ભાવનગરના 2 અને જામનગરના એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેમના પરિવારજનો શોકગ્રસ્ત બની ગયા છે.
સ્વાઈન ફ્લૂ એ એક પ્રકારનો સંક્રામક રોગ છે. આ રોદ એન્ફ્લૂએન્ઝા એ વાયરસને કારણે થાય છે. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે. શ્વાસ લેવામાં પરેશાની,
પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ, ગભરાહટ, વારંવાર ઉલટી થવી અને અચાનક ચક્કર આવવા એ સ્વાઈન ફ્લૂના લક્ષણો છે. જો તમને કે તમારા પરિવારમાં કોઈના પણ શરીરમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો ચેતી જવું અને તાત્કાલિક સારવાર લેવી.