શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2019 (13:06 IST)

ગુજરાતમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂથી 192નાં મૃત્યુ, દેશમાં ચોથા સ્થાને

ગુજરાતમાં આ વર્ષે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી સ્વાઇન ફ્લુના 4841 કેસ નોંધાઇ ચૂક્યા છે અને 151ના તેનાથી મૃત્યુ થયા છે. હવે શિયાળાના પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે સ્વાઇન ફ્લુ ફરી માથું ઉંચકે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.આ વર્ષે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુથી સૌથી વધુ 240ના મૃત્યુ થયા છે. આમ, ગુજરાતમાં આ વર્ષે પ્રતિ માસ સરેરાશ 484 લોકો સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવ્યા છે અને 15ના મૃત્યુ થયા છે. 2015થી ઓક્ટોબર 2019 એમ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં સ્વાઇન ફ્લુના 220905 કેસ નોંધાયા છે અને 1251ના મૃત્યુ થયા છે. જેમાં વર્ષ 2015માં સ્વાઇન ફ્લુથી સૌથી વધુ 517 જ્યારે ત્યારબાદ 2017માં 431ના મૃત્યુ થયા હતા. આ સિવાય 2018માં 97 અને 2016માં 55 વ્યક્તિએ સ્વાઇન ફ્લુ સામે જીવ ગુમાવ્યો હતો. આમ, સ્વાઇન ફ્લુનું વધતું જતું પ્રમાણ ચિંતાનો વિષય છે.  આ વર્ષે સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં રાજસ્થાન 208 સાથે બીજા, મધ્ય પ્રદેશ 165 સાથે ત્રીજા સ્થાને છે.