શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2019 (12:52 IST)

ગુજરાતમાં ટેક્સટાઇલ પોલિસીમાં એકમોને 12 વર્ષ સુધી વેરારાહત અપાશે

રાજ્ય સરકારની ટેક્સટાઇલ પોલીસીનો લાભ લેતા ટેક્સટાઇલ એકમોને અપાતી વેટમાં રાહત સામે જીએસટીના અમલીકરણ બાદ એકમોની રાહતમાં ઘટાડો થયો હોવાની રજૂઆતોના પગલે સરકારે પોલીસી પ્રમાણે 8 વર્ષ સુધી આપવાની રાહતો લંબાવીને 12 વર્ષ સુધી કરવાનો નિર્ણય કર્યો છે. ટેક્સટાઇલ પોલીસી હેઠળના એકમોને વેરા પ્રોત્સાહનો 12 વર્ષ સુધી મળશે. જે ચીજવસ્તુઓનો SGSTનો દર વેટના દર કરતાં 50 ટકા કે તેથી ઓછો થયો હોય તે વસ્તુઓ પૂરતો પ્રોત્સાહનોનો સમયગાળો વધશે. ટેક્સટાઇલ પોલીસી હેઠળ સરકારે વેટ હેઠળ પ્રોત્સાહન જાહેર કર્યા હતા પરંતુ જુલાઇ-2017થી જીએસટીનો અમલ થયો હોવાથી અનેક વસ્તુઓમાં વેરાના દરમાં તફાવત આવ્યો હતો. જેના પગલે એકમોને મળતી વેરાની રાહતમાં ઘટાડો થયો હતો. જેથી સરકારે આ નિર્ણય લીધો છે. ઉદ્યોગ વિભાગે જારી કરેલા ઠરાવ પ્રમાણે જે એલીજીબલ આઇટમોનો એસજીએસટીનો વેરાનો દર વેટના દર કરતા 50 ટકા તેથી વધુ ઓછો થયો હોય તેટલી ચીજવસ્તુઓ પુરતો પ્રોત્સાહનોનો સમયગાળો 8 વર્ષથી વધારીને 12 વર્ષ થશે. જે આઇટમોમાં એસજીએસટીનો દર વેટના દર કરતા 50 ટકાથી ઓછો થયો નહીં હોય તેમાં સમયગાળો નહીં વધે.જે એકમો જુલાઇ 2017 પહેલાથી વેટના લાભ મેળવતા હોય તેમને અગાઉ ભોગવેલો સમયગાળો 8 વર્ષમાંથી બાદ કરીને બાકી રહેતા સમયગાળાના 50 ટકા સમયગાળો ઉમેરીને નવો સમયગાળો નક્કી થશે.