1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 12 નવેમ્બર 2019 (15:42 IST)

ગુજરાતમાં દસ દિવસમાં શહેરોમાંથી આટલા લાખ દંડ વસૂલવામાં આવ્યો

રાજ્યભરમાં ટ્રાફિકના કડકમાં કડક નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યુ છે જે રાજ્યના મુખ્ય શહેરોમાં વસુલવામાં આવતા દંડને જોઈને ખબર પડે છે. અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં કરોડોનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 42 લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી. 10 દિવસમાં વાહન ચાલકો પાસે 42 લાખ દંડ ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યુ છે. મોટર વહિકલ એક્ટના ફેરફાર બાદ પોલીસે પણ કડક કાર્યવાહી કરી છે. અમદાવાદમાં હેલ્મેટમાં 25.75 લાખ, સીટ બેલ્ટ 13.38 લાખનો દંડ વસુલાયો છે. ચાલુ વાહને મોબાઈલ ઉપયોગમાં 2.70 લાખ દંડ વસુલવામાં આવ્યુ હતો. 
ટ્રાફિક પોલીસે 8145 ઇ મેમો અને 821 મેન્યુઅલ મેમાં ઇસ્યુ કર્યા છે. ટ્રાફિક પોલીસે 74 લાખથી વધુનો દંડ વસુલ્યો છે. 3.88 લાખનો રોકડ દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઇ મેમો ભર્યો ન હોય તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરાશે. RTO ને જાણ કરીને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થશે. 
ટ્રાફીક પોલીસ દ્વારા 10 દિવસમાં 20,018 ઇમેમો આપ્યા છે. 1.72 કરોડ ઇમેમો વાહનચાલકોને અપાયા છે. 10 દિવસમાં 20 લાખથી વધુનો રોકડ દંડ વસુલાયો હતો. પોલીસે ચાલુ વર્ષ દરમિયાન કુલ 4 કરોડથી વધઘુનો દંડ વસુલ્યો છે.  રોજ અંદાજીત 4000 ઇમેમો મોકલવાની કામગીરી થઈ રહી છે.