બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 નવેમ્બર 2019 (15:58 IST)

ડેન્ગ્યૂના બોગસ રિપોર્ટની ઘટનાથી હચમચી ગયેલા સ્વાસ્થ્ય વિભાગનો રાજ્યભરમાં તપાસનો આદેશ

વડોદરાની એક ઑડિયો ક્લિપએ રાજ્યના સ્વાસ્થ્ય જગતમાં હાહાકાર મચાવ્યો છે. વડોદરાની સ્વરા પૅથૉલૉજી લૅબ દ્વારા લૅબ દ્વારા ડૉકટરને કહે તેવો ડેન્ગ્યૂનો બોગસ રિપોર્ટ તૈયાર કરી આપવાની ઑફર બાદ રાજ્યનો સ્વાસ્થય વિભાગ હચમચી ગયો છે. રાજ્ય સરકારે આ મામલે સમગ્ર રાજયમાં તપાસના આદેશ આપ્યા છે અને જે લૅબ આવા ગોરખ ધંધામાં ઝડપાય તેને સીલ કરવાનો આદેશ આપ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકાર આ મામલે ગંભીર છે અને કસૂરવારો પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે આપેલી સૂચના અંતર્ગત વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખી અને સ્વરા લૅબને સીલ માર્યુ છે. લૅબ પર કાર્યવાહી એ કથિત ઑડિયો ક્લિપના આધારે કરવામાં આવી છે જેમાં દર્દીઓ પાસેથી ખોટી રીતે નાણા પડાવવામાં આવતા હોવાની વાત કરવામાં આવી છે. આ માટે લૅબકર્મી ડૉક્ટરને ઑફર આપે છે. લૅબકર્મી તબીબને કહે છે કે દર્દીનો જેવો રિપોર્ટ બનાવવો હશે તેવો બની જશે. દર્દીનો ખોટો રિપોર્ટ આપવા બદલ લૅબકર્મી તબીબને 40% રકમ આપવાની ઑપર કરે છે. જ્યારે 60% રકમ ડૉક્ટરે લૅબને આપવાની રહેશે.સરકારે રાજ્યના તમામ જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓની તેમના જિલ્લામાં આ પ્રકારનો ગોરખ ધંધો ચાલતો હોય તો તેની તપાસ કરવાની સૂચના આપી છે. સરકારની સૂચના મુજબ જો કોઈ લૅબ ઝડપાશે તો તેનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.