શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 નવેમ્બર 2019 (12:43 IST)

દૂર્ઘટનાના 5 મહિના પછી જૂની શરતોએ જ કાંકરિયામાં ફરી રાઈડ શરૂ થશે

અમદાવાદમાં કાંકરિયા લેક પરિસરમાં બંધ કરાયેલી તમામ રાઇડ્સ ફરી શરૂ કરવા કવાયત શરૂ થઇ છે. મુખ્ય આકર્ષણ ગણાતી ટ્રોય ટ્રેન, બલૂન અને અન્ય તમામ રાઇડ શરૂ કરવા માટે આરએન્ડબી વિભાગ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ અને પોલીસે રાઇડની ચકાસણી પણ શરૂ કરી છે. ડિસ્કવરી દુર્ઘટનાના 5 મહિના પછી પણ સરકારે રાઈડ શરૂ કરવા માટે કોઈ નવી નીતિ ન ઘડી હોવાથી જૂની પદ્ધતિ અને શરતોએ જ રાઈડ ફરી શરૂ થશે તેમ લાગે છે.
14 જુલાઇએ કાંકરિયા આમ્રપાલી એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ડિસ્કવરી રાઈડ તૂટી પડતાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે 6 વ્યક્તિને ઈજા થઈ હતી. આ દુર્ઘટના પછી રાજ્ય સરકારે એક પરિપત્ર કરી રાજ્યભરની તમામ રાઇડને બંધ કરવા આદેશ આપ્યો હતો. રાઇડ અંગે નવેસરથી નીતિ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. દરમ્યાન 5 મહિના બાદ તે જૂના તમામ નિયમો સાથે આ રાઇડ ફરીથી શરૂ કરવા માટે આર એન્ડ બી અને પોલીસને લાઈસન્સ માટે અરજી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી આરએન્ડબી કર્મચારીઓ તેમજ પોલીસે રાઇડના સ્થળની મુલાકાત લઇ રાઇડની ચકાસણી કરી છે. તે ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગના અધિકારીઓએ પણ રાઈડની ચકાસણી કરી છે.