ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ: , સોમવાર, 15 જુલાઈ 2019 (18:46 IST)

કાંકરિયા રાઈટ દુર્ધટના: પોલીસે જવાબદારો સામે નોંધ્યો ગુનો, એકની અટકાયત

શહેરના કાંકરિયા વિસ્તારમાં રવિવારે રાઈડ તૂટી પડવાની ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે પોલીસે જવાબદારો સામે IPC કલમ 304, 114 હેઠળ ફરિયાદ નોંધી છે. ત્યારે ગઇકાલ સાંજે બનાવ બાદ એડવેન્ચર પાર્કના સંચાલક માલિકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
અમદાવાદના કાંકરિયા બાલવાટિકા નજીક આવેલા એડવેન્ચર પાર્કમાં ડિસ્કવરી નામની રાઈડ તૂટી પડી હતી. તે સમયે આ રાઈડમાં 31 લોકો સવાર હતા. જેમાંથી ત્રણના મોત થયા છે અને અન્ય 28ને ઇજા પહોંચી હતી. ત્યારે આ ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે અમદાવાદની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બેદરકારીના મોટા દાખલો સામે આવતા કાંકરિયામાં રાઈડ અકસ્માતમાં સંચાલક, મેનેજર, બે ઓપરેટર અને હેલ્પર સામે ગુનો નાંધવામાં આવ્યો છે. જેમાં ઘનશ્યામ કાનજી પટેલ, ભાવેશ ઘનશ્યામ પટેલ, તુષાર મધુકતા ચોક્સી, લાલા મહેન્દ્રભાઇ પટેલ, કિશન મહંતી અને મનીષ સતીષ વાઘેલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
 
જો કે, ગઇકાલ સાંજે બનાવ બાદ ઘનશ્યામ પટેલની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ FLSની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને આ દુર્ઘટના કયા સંજોગોમાં સર્જાઇ તેની તપાસ હાથ ધરી હતી.