રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: મંગળવાર, 1 નવેમ્બર 2022 (09:02 IST)

Morbi Live: PM મોદી આજે મોરબીની મુલાકાતે, પુલ અકસ્માતમાં ઘાયલ અને મૃતકોના પરિવારજનોને મળશે

Morbi Live:  મોરબી અકસ્માતના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નોંધનીય છે કે ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ ધરાશાયી થવાના કારણે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘણા લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દરમિયાન આજે પીએમ મોદી બપોરે 3 વાગે મોરબી જશે. અહીં તે પુલ દુર્ઘટનામાં ઘાયલ થયેલા અને મૃતકોના પરિવારજનોને મળશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના થરાદથી રૂપિયા 8034 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી હતી. ગઈકાલે મોરબીમાં બનેલી ઘટના અંગે વડાપ્રધાને દુઃખ વ્યકત કર્યું હતું અને કહ્યું હતું કે, આ મામલે સરકાર તરફથી કોઈ કસર છોડવામાં આવશે નહીં
 
- મોરબીમાં બચાવ કામગીરી ફરી શરૂ
ભારતીય નૌકાદળ અને NDRF દ્વારા મોરબીના સ્થળ પર ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
 
- PM મોદી મોરબીમાં પણ અધિકારીઓ સાથે બેઠક કરશે
PM મોદી મોરબીમાં અધિકારીઓ સાથે બેઠક કરશે અને અકસ્માત સ્થળની પણ મુલાકાત લેશે.