પારસીઓ મૃતદેહને સળગાવતા કે દફનાવતા નથી, જાણો કેવી રીતે થશે રતન ટાટાના અંતિમ સંસ્કાર  
                                       
                  
				  				  
				   
                  				  Ratan Tata last rites: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. અંતિમ સંસ્કાર આજે એટલે કે 10 ઓક્ટોબર ગુરુવારે કરવામાં આવશે. 
				  										
							
																							
									  
	 
	રતન ટાટાના અંતિમ સંસ્કાર વરલીમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. રતન ટાટા પારસી હતા. જો કે, રતન ટાટાના અંતિમ સંસ્કાર હિંદુ વિધિ પ્રમાણે કરવામાં આવશે. અગાઉ સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર પણ હિંદુ વિધિ પ્રમાણે કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ કે પારસી સમુદાયમાં અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે. 
				  
	 
	પારસી લોકોના અંતિમ સંસ્કાર
	પારસી લોકોના અંતિમ સંસ્કાર હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓ કરતા અલગ છે. હિન્દુઓ મૃતદેહો બાળે છે. જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી બંને મૃતદેહોને દફનાવે છે. પારસી લોકો મૃતદેહોને સૂર્ય અને પક્ષીઓ માટે ખુલ્લામાં છોડી દે છે. એટલે કે મૃતદેહોને ગીધ અને ગરુડને સોંપવામાં આવે છે. બૌદ્ધ ધર્મના લોકો પણ આ જ રીતે અંતિમ સંસ્કાર કરે છે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	શું છે ટૉવર ઑફ સાઈલેંસ 
	પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની વિધિ સાવ અલગ છે. પારસી સમુદાયના કબ્રસ્તાન અથવા સ્મશાનને 'ટાવર ઓફ સાયલન્સ' કહેવામાં આવે છે. પારસી સમુદાયમા અંતિમ વિધિની આ પ્રક્રિયા  3000 વર્ષથી ચાલી રહી છે. જ્યાં મૃતદેહો મુકવામાં આવે છે તેને ટાવર ઓફ સાયલન્સ કહેવામાં આવે છે. તે એક ગોળાકાર ઇમારત છે. પરંતુ તે પોકળ છે. પારસી લોકો કહે છે કે તેઓ મૃતદેહોને આકાશમાં દફનાવે છે (Sky Burials). આ પ્રક્રિયાને દોખ્મેનાશિની (Dokhmenasshini) કહેવામાં આવે છે. જ્યારે પારસી સમુદાયના કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેનો મૃતદેહ આ ટાવર ઓફ સાયલન્સમાં છોડી દેવામાં આવે છે.
				  																		
											
									  Edited By- Monica sahu