સોમવાર, 14 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: સોમવાર, 7 એપ્રિલ 2025 (18:06 IST)

જીવનનો કોઈ ભરોસો નથી... કોલેજના ફેયરવેલમાં સ્પીચ આપતા બેહોશ થઈ યુવતી, પછી ઉઠી નહી શકી, મોતનો ડરાવનારો Viral Video

viral video
viral video
Heart Attack Viral Video: કોરોના કાળ પછી અચાનક હાર્ટ એટેક આવવાથી મોતની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. સામાન્ય લોકોની સાથે જ અનેક જાણીતી હસ્તિઓ પણ હાર્ટ એટેક આવવાથી સમય પહેલા જ કાળનો કોળીયો બની ગઈ. સામાન્ય કામ દરમિયાન લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેમનુ મોત થઈ રહ્યુ છે.  આવી ઘટનાઓના વીડિયો પણ સામે આવે છે જે ખૂબ ડરાવનારા હોય છે.  
 
ફેયરવેલ સમારંભમાં સ્પીચ આપી રહી હતી કિશોરી 
તાજો મામલો મહારાષ્ટ્રના ઘારાશિવ જીલ્લામાં સામે આવ્યો. અહી પોતાના કોલેજમાં ફેયરવેલ સમારંભ દરમિયાન સ્પીચ આપતી વખતે 20 વર્ષીય યુવતી બેહોશ થઈ ગઈ અને તેનુ મોત થઈ ગયુ. રિપોર્ટ મુજબ કોલેજની વિદ્યાર્થીની વર્ષા ખરાટ, પરાંદા કે આર જી શિંદે કોલેજમાં ખુશીથી સ્પીચ આપી રહી હતી. ત્યારે આ ઘટના બની.  આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.  

 
ઑનલાઈન વાયરલ થઈ રહેલ વીડિયોમાં વર્ષા બેહોશ થઈને પડી  જાય એ પહેલા તે હસતા હસતા સભાને સંબોધિત કરતી  જોવા મળી રહી છે. સ્પીચ દરમિયાન બેહોશ થયા બાદ વર્ષાને પરાંદાના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જો કે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.