શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑક્ટોબર 2020 (13:04 IST)

લાલ બહાદુર શાસ્ત્રી - જાણો ભારતના એક એવા PM વિશે જેમની પાસે નહોતુ પોતાનુ ઘર, લોન લઈને ખરીદી હતી કાર

લાલ બહાદુર શાસ્ત્રી તે નામ છે જેમણે પાકિસ્તાનને તેમના ઘરમાં ઘુસીને માર્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાનને યુદ્ધનો કરારો જવાબ આપ્યો અને લાહોર સુધી ભારતનો ધ્વજ લહેરાવ્યો. આ સિવાય તે એવા નિષ્ઠાવાન વ્યક્તિ પણ હતા કે પાછળથી બધી જીતેલી જમીન પાકિસ્તાનને  પરત આપી દીધી. . તેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો. જ્યારે દેશમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે તેમના કહેવા પર જ દેશવાસીઓએ એક દિવસનો ઉપવાસ કરવો શરૂ કર્યો. તેમના કહેવા પર લોકોએ પાકિસ્તાન સાથે થયેલ યુદ્ધ માટે દિલ ખોલીને દાન આપ્યું હતું. સાર્વજનિક જીવનમાં તેમના જેવી  પ્રામાણિકતા ભાગ્યે જ જોવા મળે છે. તેમણે પોતાના રેલ્વે પ્રધાનના કાર્યકાળ દરમિયાન થયેલા રેલવે અકસ્માતની નૈતિક જવાબદારી લઈને આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આધુનિક ભારતનો ઇતિહાસ તેમના જીવનભર સરળતા અને પ્રામાણિકતાનું ઉદાહરણ રહ્યું છે.
 
સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી હેઠળ તેમને 50 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હતી. એકવાર, તેમણે પત્નીને પૂછ્યું કે ઘરનો ખર્ચ કેટલો છે. પત્નીએ કહ્યુ 40 રૂપિયા. આ પછી, તેમણે પોતે આર્થિક સહાય ઘટાડવાની માંગ કરી. શાસ્ત્રી ક્યારેય સરકારી ગાડીનો ઉપયોગ વ્યક્તિગત ઉપયોગ માટે કરતા નહોત. એકવાર તેમના પુત્રએ સરકારી ગાડીનો ઉપયોગ વ્યક્તિગત રૂપે કર્યો તો તેમને કિલોમીટરના હિસાબથી પૈસા સરકારી ખાતામાં જમા કરાવ્યા હતા.  જ્યરે તે દેશના પીએમ બન્યા તો તેમની પાસે પોતાનુ ઘર નહોતી કે કાર પણ નહોતી. જ્યારે તેમના બાળકોએ કહ્યુ કે હવે તમે દેશના પ્રધાનમંત્રી છો તો તમારી પાસે પોતાની કાર હોવી જોઈએ. એ સમયે એક નવી ફિયાટ કારની કિમંત 12,000 રૂપિયા હતા અને શાસ્ત્રીજી પાસે માત્ર 7,000 રૂપિયા હતા. પરિવારના લોકોની જીદ્દ પૂરી કરવા માટે શાસ્ત્રીએ પંજાબ નેશનલ બેંક (PNB)પાસેથી 5000 રૂપિયા લોન લઈને કાર ખરીદી હતી. તેઓ કારની લોન ચુકવે એ પહેલા જ તેમનુ તાશકંદમાં અવસઆન થઈ ગયુ.  ત્યારબાદ તત્કાલીન પીએમ ઈંદિરા ગાંધીએ તેમનુ કર્જ માફ કરવાની ભલામણ કરી હતી, પણ તેમની પત્નીએ આવુ કરવાની ના પાડી દીધી. 
 
આ ઘટનાના ચાર વર્ષ પછી તેમની કારના કર્જ ચુકવણી માટે સરકરી મદદથી કરવામાં આવી. આ કાર આજે પણ દિલ્હીના લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલમાં મુકી છે. 1966માં તાશકંદમાં થયેલ સમજૂતી પછી ભારતે પાક્સિતાન હાજી પીર અને ઠિથવાલ જમીન પરત કરી હતી. તેમના આ પગલાની આલોચના કરી હતઈ. તેમની પત્ની પણ આ વાતથી નારાજ હતી.  તેમની એક વધુ ઘટના ખૂબ જ રસપ્રદ છે. પ્રધાનમંત્રી બન્યા પછી શાસ્ત્રીજી એક વાર પત્ની માટે સાડી ખરીદવા ગયા હતા. દુકાનદારે મોંઘી સાડીઓ બતાવી.  શાસ્ત્રીજીએ વિનમ્રતાથી કહ્યુ તે આટલી મોંઘી સાડી નથી ખરીદી શકતા.  જેના પર દુકાનદારે સાડી ગિફટ કરવાની વાત કરી તો શાસ્ત્રીજીએ સ્પષ્ટ ના પાડી દીધી. 
 
ભારતના આ સપૂતનો જન્મ 2 ઓક્ટોબર 1904 માં ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં થયો હતો. તેમના ઘરમાં તે સૌથી નાના હોવાને કારણે તેમને ઘરમાં 'નન્હે' કહીને બોલાવતા હતા.  પિતાનું અવસાન થતાં તેમણે પ્રાથમિક શિક્ષણ મિર્ઝાપુરમાં પોતાના નાનાજીના ઘરે કર્યુ પૈસાની કમીને કારણે તેઓ શાળામાં જવા માટે તરીને નદી પાર કરતા. કાશી વિદ્યાપીઠથી સંસ્કૃતનો અભ્યાસ કર્યા પછી, તેમને 'શાસ્ત્રી'  ઉપાધિ મળી. નાની ઉંમરે તેઓ ગાંધીજી સાથે અસહકાર આંદોલનમાં જોડાયા. આઝાદી પછી, તેઓ દિલ્હી ગયા અને કેન્દ્રીય મંત્રીમંડળના ઘણા વિભાગોમાં કામ કર્યું. તેમણે રેલવે પ્રધાન, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન, ગૃહ પ્રધાન સહિત અનેક મંત્રી પદ સંભાળ્યા હતા. 11 જાન્યુઆરી, 1966 ના રોજ તેમણે તાશકંદમાં અંતિમ શ્વાસ લીધા.