ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: શનિવાર, 7 સપ્ટેમ્બર 2024 (18:05 IST)

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

viral puzzle
viral puzzle
સોશિયલ મીડિયા પર પઝલને લગતી પોસ્ટ અવારનવાર  વાયરલ થાય છે. આ કોયડાઓ ખૂબ જ રસપ્રદ હોય છે. આવો જ કોયડા સાથેનો એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતીએ ઈન્ટરનેટ યૂઝર્સને એવો પેચીદો સવાલ પૂછ્યો કે લોકો એક જ સવાલમાં ફસાઈ ગયા. લોકો સમજી શકતા નથી કે આ પ્રશ્નનો સાચો જવાબ શું હશે. જો કે, ઘણા લોકોએ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં સવાલનો સાચો જવાબ પણ આપ્યો છે. તે જ સમયે, ઘણા લોકોએ છોકરીની સુંદરતા પર ટિપ્પણી પણ કરી છે. કોઈએ છોકરીને ક્યૂટ કહી તો કોઈએ તેને દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ કહી.
 
આ રહ્યો તમારો સવાલ 

વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં યુવતીએ લોકોને પુછ્યુ કે કયો એવો વર્ડ છે જે લખીએ તો છે પણ તેને વાંચતા નથી  ?  આગળ યુવતી બોલે છે કે આટલી મોટી હિંટ તો આપી દીધી તમને .. બતાવો બતાવો.. ? આટલુ કહીને તે હસવા માંડે છે અને પછી કહે છે .. વેધર જુઓ તમે ત્યા સુધી... Wow.. પછી તે કેમરો ફેરવીને પાછળનો નજારો બતાવે છે.  વીડિયોને યુવતીએ ઈસ્ટાગ્રામ એકાઉંટ  (@imhimani_kotwal) પરથી શેયર કર્યો છે. યુવતીનું એકાઉન્ટ જોતાં ખબર પડે છે કે યુવતીનું નામ હિમાની કોટવાલ છે. જે સોશિયલ મીડિયા પ્રભાવક છે. હિમાનીના ઈન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ ફોલોઅર્સ છે.
 
 
ઘણા લોકોએ સાચો જવાબ આપ્યો
લોકો હજુ પણ યુવતીના આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ આ સવાલનો આવો જવાબ આપ્યો, જેની કોઈને અપેક્ષા નહોતી. પ્રશ્નનો જવાબ આપતા મોટાભાગના લોકોએ તે શબ્દ "નહી" છે. . લોકોએ કહ્યું કે જવાબ પોતે જ "ના" છે. જો તમે આ યુવતીનો વિડિયો ધ્યાનથી જોયો હશે તો સમજી શકશો કે છોકરીએ નહી શબ્દ પર ભાર મૂકીને આટલો મોટો ઈશારો આપ્યો હતો.