મંગળવાર, 30 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. વાયરલ અને ટ્રેંડિંગ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 ડિસેમ્બર 2025 (10:43 IST)

ખતરનાક VIDEO - ફૂલ સ્પીડમાં પ્લેન સીધું કાર પર થયું લેન્ડ, હાઈવે પર રૂવાંટા ઉભા કરી દેનારી દુર્ઘટના

florida plane crash
તમે હવામાં ઉડતું  વિમાન અને રસ્તા પર દોડતી કાર જોઈ  હશે. પરંતુ અમેરિકામાં, એક વિમાન  સીધું રસ્તા પર ચાલતી કાર પર લેન્ડ થયું. ફ્લોરિડામાં એક વિમાન "આકાશમાંથી પડે છે" રસ્તા પર ચાલતી કાર સાથે અથડાય છે તેવો એક વીડિયો સામે આવ્યો છે. આ કાર એક વૃદ્ધ મહિલા ચલાવી રહી હતી, જે ઘાયલ થઈ ગઈ હતી. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, આ વિમાન "ફિક્સ્ડ-વિંગ મલ્ટી-એન્જિન" છે અને તે ફ્લોરિડામાં રસ્તા પર ચાલતી 2023 ટોયોટા કેમરી મોડેલની કાર સાથે અથડાયું હતું. આ અકસ્માત સોમવારે સાંજે લગભગ 5:45 વાગ્યે થયો હતો.

 
આ ચોંકાવનારી ઘટના પાછળથી આવતી એક કારના ડેશકેમ પર કેદ થઈ, જેમાં વિમાન વ્યસ્ત રસ્તા પર ગોતા ખાય છે અને ઈમરજન્સી લેન્ડીંગનો પ્રયાસ કરે છે, અને પછી સીધું કાર સાથે અથડાય છે.
 
રામ રાખે તેને...  
ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ 57 વર્ષીય મહિલા ડ્રાઇવરને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેણીને ફક્ત નાની ઇજાઓ થઈ હતી, અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે વિમાન ઓર્લાન્ડોના 27 વર્ષીય પુરુષ દ્વારા ચલાવાઈ રહ્યું હતું, જેને ભયાનક અકસ્માતમાં કોઈ ઈજા થઈ નથી.