અવિજિત નક્ષત્રનું નેતાઓને મોહ

12.39 વાગ્યે જ ઉમેદવારી પત્રક ભરે છે!

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified બુધવાર, 8 એપ્રિલ 2009 (17:43 IST)

એનડીએનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી બુધવારે 12.39 કલાકે વિજય મૂહૂર્તમાં ઉમેદવારી પત્રક ભર્યુ હતું. અડવાણી ઉપરાંત ગુજરાત ભાજપનાં મોટાભાગનાં ઉમેદવારોએ વિજયમૂહૂર્તમાં જ ઉમેદવારી પત્રક ભરવાનો આગ્રહ રાખ્યો હતો.

પણ આ વિજય મૂહૂર્ત શુ છે. તે સમજવા રામાયણમાં રામ અને રાવણનું યુદ્ધ યાદ કરવુ પડે. એક માન્યતા મુજબ જે સમયે રામે રાવણનો વધ કર્યો તે સમય બપોરનાં 12.39 કલાક હતા. તેથી તે સમયને વિજય મૂહૂર્ત ગણવામાં આવે છે.

લોકશાહીમાં પોતાના હરીફ ઉમેદવારને હરાવવા માટે વિજયમૂહૂર્તમાં ઉમેદવારી પત્રક ભરવાની પરંપરા રહી છે. જો કે હવે તો કોંગ્રેસનાં ઉમેદવારો પણ વિજયમૂહૂર્તમાં ઉમેદવારી પત્રક ભરવા આતુર જણાતા હતા.


આ પણ વાંચો :