કોંગ્રેસે નવસારીમાં ઉમેદવાર બદલ્યો

નવસારી| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 10 એપ્રિલ 2009 (12:41 IST)

ભાજપના સીઆર પાટીલના સામે ટક્કર લેવા માટે કોંગ્રેસે અગાઉ જાહેર કરેલા મહિલા ઉમેદવારને સ્થાને ફેરબદલી કરી નવા ઉમેદવારની જાહેરાત કરી છે.

અગાઉ નવસારીની બેઠક પરથી ભાવનાબેનનું નામ જાહેર કર્યું હતું. જોકે ભાજપે આ બેઠક પરથી સહકારી અગ્રણી તથા એક સમયે બેંક કૌભાંડમાં સંડોવાયેલા એવા સી.આર.પાટીલની જાહેરાત કરતાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પાયા ધ્રુજી ઉઠ્યા હતા અને મહિલા ઉમેદવારને બદલે ધનસુખ રાજપૂતના નામની જાહેરાત કરવામાં આવી હતી.
આ અંગે પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ પણ સબળ ઉમેદવાર જ મુક્યા હતા. જોકે ભાજપના સી.આર.પાટીલને તમામ મામલે મજબૂત ટક્કર આપવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો :