માયાવતીનો મેનકાને જવાબ

માયાવતીનો મેનકાને જવાબ

લખનઉ | વેબ દુનિયા| Last Modified શનિવાર, 4 એપ્રિલ 2009 (14:32 IST)

ગાંધીનાં મુદ્દે તેની માતા મેનકાએ શુક્રવારે કરેલી ટીપ્પણીનો જવાબ બસપા સુપ્રિમોએ જણાવ્યું હતું કે લાગણી સમજવા માટે માતા બનવાની જરૂર નથી.

શુક્રવારે મેનકા ગાંધી વરૂણને મળવા એટા ગયા હતા. જ્યા તેમને વરૂણને મળતા રોકવામાં આવ્યા હતા. તેથી મેનકાએ જણાવ્યું હતું કે માયાવતી મા હોત તો તેને ખબર પડત કે દિકરાની મળવાની લાગણી કેવી હોય છે.

આ ટીપ્પણીનો જવાબ આપતાં માયાવતીએ જણાવ્યું હતું કે લાગણી સમજવા માટે માતા બનવું જરૂરી નથી. મધર ટેરેસા પણ માતા ન હતા. આ સાથે માયાવતીએ ઉમેર્યું હતું કે જો મેનકાએ પોતાના દિકરાને સારા સંસ્કાર આપ્યા હોત તો, તેને આ દિવસ જોવાનો વારો આવ્યો ન હોત.


આ પણ વાંચો :