મેનકા પ્રત્યે મને સહાનુભૂતિ-અમરસિંહ

મેનકા પ્રત્યે મને સહાનુભૂતિ-અમરસિંહ

નવી દિલ્હી | ભાષા| Last Modified રવિવાર, 5 એપ્રિલ 2009 (14:45 IST)

ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી માયાવતી અને ભાજપનાં નેતા મેનકા ગાંધી વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધ પર ટીપ્પણી કરતાં સમાજવાદી પાર્ટીનાં નેતા અમરસિંહે જણાવ્યું હતું કે તેમને મેનકા ગાંધી પ્રત્યે સહાનુભૂતિ છે.

માયાવતી અને મેનકા ગાંધી વચ્ચે ચાલી રહેલાં વાકયુદ્ધ અંગે ટીપ્પણી કરતાં અમરસિંહે જણાવ્યું હતું કે મેનકા ગાંધી પ્રત્યે સહાનુભૂતિ છે. પણ માયાવતી અંગે હું કોઈ ટીપ્પણી કરીશ નહીં.

ઉલ્લેખનીય છે કે મેનકા ગાંધીએ માયાવતીની આલોચના કરતાં જણાવ્યું હતું કે રાજકીય ઈરાદા સાથે તેમના દિકરા વરૂણ ગાંધીને ચુંટણી દરમિયાન જેલમાં રાખવાનો નિર્ણય કર્યો હતો.


આ પણ વાંચો :