કાળુ નાણુ રાજકીય મુદ્દો -મનમોહન

નવી દિલ્હી| ભાષા| Last Modified સોમવાર, 4 મે 2009 (17:12 IST)
ભાજપના પી,એમ ઇન વેઇટીંગ લાલકૃષ્ણ અડવાણીને આડે હાથ લેતાં વડાપ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું હતું કે, ભાજપ અને અડવાણીએ કાળા નાણાંનો મુદ્દો ઉઠાવ્યો છે જે ચૂંટણી સ્ટંટ તો છે જ પરંતુ આ મામલામાં તેઓ બિન જવાબદાર પણ રહ્યા છે.

પશ્વિમ દિલ્હીમાં કોંગ્રેસ ઉમેદવાર મહાબલ મિશ્રના સમર્થનમાં રેલીને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભાજપે કોઇ નક્કર આધાર વગર કોંગ્રેસની યુપીએ સરકાર ઉપર આરોપ લગાવ્યો છે કે અમે વિદેશમાં જમા કાળા નાણાંને પરત લાવવા માટે પ્રયાસ કરતા નથી જે સરેઆમ ખોટું છે.

તેમણે કહ્યું કે, આ મામલામાં જે પણ જરૂરી કાર્યવાહી છે એ અમે કરી છે. અમે સમય ગુમાવ્યા વગર વિદેશો સાથે સંપર્ક કર્યો છે. આ વિષય ઉપર જી-20ના શિખર સંમેલન દરમિયાન પણ લંડનમાં ચર્ચા થઇ હતી અને મને આશા છે કે આના સારા પરિણામ આવશે.


આ પણ વાંચો :