સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By ભાષા|

અડવાણી સંન્યાસ લેશે નહિ :રાજનાથ

ગ્વાલિયર. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે તે સમાચારોનું ખંડન કર્યું છે કે ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી રાજનીતિમાંથી સંન્યાસ લેવાના છે.

રાજનાથે કહ્યું કે અડવાણીએ એવું કઈ પણ નથી કહ્યું કે જો એનડીએને બહુમતિ નહી મળે તો તેઓ સંન્યાસ લઈ લેશે.

યુપીએની સામે એનડીએની પરિસ્થિતિને વધારે મજબુત બનાવવા માટે સિંહે કહ્યું કે બે ચરણના મતદાન પછી હવે તેઓ દાવો કરી શકે છે કે દેશમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે.

તેમણે યુપીએ વિખેરાઈ જવાના અને એનડીએ મજબુત થવાનો દાવો કરતાં કહ્યું કે 16 મે પછી થોડાક અન્ય દળો એનડીએમાં સમાઈ શકે છે.