શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By

મહાશિવરાત્રીએ શિવજીને પ્રસન્ન કરવા આ રીતે પૂજા કરો

શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે. 

શિવલીંગ પર અન્ન, ફૂલ અને વિવિધ વસ્તુઓનો જળાભિષેક કરવાથી મનુષ્યના જીવનના તમામ કષ્ટોનું નિવારણ થાય છે. 

પુત્ર પ્રાપ્તિ માટે શિવને ધતુરાના ફુલ અર્પણ કરવાથી ફળ મળે છે. 
 



- વાહન સુખ માટે શિવજીને દૂધ સાથે ચમેલીના ફૂલનો અભિષેક કરવાથી લાભ થાય છે.

- જો તમારા લગ્નમાં વિધ્ન આવતુ હોય તો યુવક દ્વારા બેલના ફૂલનો અભિષેક કરવાથી ઉત્તમ પત્ની મળે છે અને કન્યા દ્વારા અભિષેક કરવાથી ઉત્તમ પતિ મળે છે. કન્યાએ વ્રત પણ કરવુ જોઈએ.

- લક્ષ્મી મેળવવા માટે શિવજીની કમળ, બીલીપત્ર, શંખપુષ્પ અર્પન કરવાથી જરૂર લાભ થાય છે.

- વંશવૃદ્ધિ માટે શિવલીંગ પર ઘી નો અભિષેક કરવો અત્યંત ફળદાયી છે.

- તમે કોઈ રોગથી મુક્તિ મેળવવા માંગતા હોય તો મહામૃત્યુંજયનો મંત્ર જાપ કરવાની સાથે સાથે મધથી શિવજીનો અભિષેક કરવાથી રોગનો નાશ થાય છે.

- સુખ સંપતિ મેળવવા માટે પારિજાતના ફૂલ દ્વારા શિવજીનો અભિષેક કરવાથી લાભ થાય છે. ભૌતિક સુખ મેળવવા માટે સુગંધી દ્રવ્યો દ્વારા શિવજીનો અભિષેક કરવો જોઈએ.

- નોકરી મેળવવા, પ્રમોશન વગેરેની પ્રાપ્તિ માટે ગંગાજળ સાથે મધનો અભિષેક કરવાથી ઉત્તમ ફળ મળશે.