સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Updated : સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (13:11 IST)

શિવરાત્રી પર ઘરે લઈ આવો આ 8 માંથી કોઈ પણ 1 વસ્તુ, બની જશે બધા બગડેલા કામ

ભસ્મ- ભસ્મ(રાખ) ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણના સમયે ઘરના મંદિરમાં શિવમૂર્તિ સાથે તેને જરૂર મૂકવૂં જોઈએ.
 
રૂદ્રાક્ષ- રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસૂ જ ગણાય છે. તેને ઘરના મુખિયાના રૂમમાં રાખવાથી ઘણા લાભ મળે છે.
 
ગંગાજળ- ભગવાન શિવને ગંગાને તેમની જટાઓમાં સ્થાન આપ્યું હતું, જેના કારણે ઘરના રસોડામાં ગંગા જળ રાખવાથી ઘરમાં તરક્કી બની રહે છે.
 
ચાંદી કે તાંબાના ત્રિશૂળ- ઘરના હૉલમાં ચાંદી કે તાંબાના ત્રિશૂળની સ્થાપન કરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવ અસર નહી કરે છે.
 
પાણીથી ભરેલો તાંબાના લોટા- ઘરના જે ભાગમાં સભ્ય સૌથી વધારે સમય વિતાવતા હોય, ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હમેશા પ્રેમ-વિશ્વાસ બન્યું રહે છે.
 
ડમરૂ- બાળકના રૂમમાં ડમરૂ રાખવાથી બાળકો પર કોઈ રીતની નેગેટિવ એનર્જી પ્રભાવ નહી નાખતી. અને તેણે દરેક કામમાં સફળતા મળે છે.
 
ચાંદી કે તાંબાના નંદી- જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનો મહ્ત્વ છે. તે જ રીતે ચાંદી કે તાંબાના નંદી ને અલમારી કે તિજોરીમાં મૂકવા જોઈએ જેમાં પૈસા-જવેલરી રખાય છે.
 
ચાંદી કે તાંબાના નાગ - નાગ ભગવાન શિવનો અભિન્ન અંગ છે. ઘરના મુખ્ય બારણાના આસ-પાસ ચાંદી કે તાંબાના માગ રાખવાથી કામોમાં રૂકાવટ ખત્મ થઈ જાય છે.