ક્યારે જાગશે સુષુપ્ત થયેલો દેશ !

W.D
એક પછી એક થઈ રહેલી ઘટનાઓ આપણને વિચારવાની તક પણ નથી આપી રહી કે આ શું થઈ રહ્યુ છે ? કેમ થઈ રહ્યુ છે કે કોણ જવાબદાર છે. એક ઘા ભરાતો નથી કે તરત જ ભારતમાતાના શરીર પર બીજો ઘા વાગી જ જાય છે. બેંગલોર, જયપુર, દિલ્લી, અમદાવાદ, ગોવાહાટી અને હવે મુંબઈ.... . શુ આપણને આ ઘમાકાઓની આદત પડી ગઈ છે ?

આ કોઈ નજીવી બેદરકારીથી સર્જાયેલો અકસ્માત નથી, આ એક બહું મોટી આફત છે. દરેક ઘટના પહેલાની ઘટના કરતા મોટી અને ભયાનક છે. વ્યવસ્થા હતાશ થઈને ઉભી છે. શાસનતો લાગતું જ નથી કે કંઈ કરી રહી છે. એ તો બસ કોઈને આતંકવાદી કહીને ખોટું ન લાગે એના પર વધુ ઘ્યાન આપી રહી છે. પોતાના ફાયદા માટે, પોતાના વોટ જાળવવા માટે તે આતંકવાદીઓને પ્રોત્સાહિત આપતા દેશદ્રોહીઓને જ પંપાળી રહી છે. એ તો દેશવાસીઓ પાસે આશા રાખી રહી છે કે લોકોને આ ધમાકાઓની આદત પડી જાય. તેમની માટે તો દેશની સુરક્ષા કરતા પોતાની ખુરશીની સુરક્ષા જાળવવી વધુ મહત્વની છે.

W.D
હવે આપણે જરૂર છે મજબૂત રાષ્ટ્રના રૂપમાં ઉભા થવાની. જે માટે આપણે, દરેક ભારતીયે જાગવાની જરૂર છે. જો આપણે દાદાગીરી ન કરી શકતા હોય તો પણ એટલો તો પૂરૂષાર્થ કરી જ શકીએ છીએ કે આતંકવાદીઓ વારંવાર આપણા દેશના ગૌરવને હાનિ ન પહોંચાડી શકે. આ આતંકવાદનો જુસ્સાની સાથે જવાબ આપવો જરૂરી છે.

વેબ દુનિયા|
સામાન્ય માણસના જીવને સસ્તા સમજનારા મોજ ઉડાવનારાઓને ખલેલ પડી છે. જો આપણે આપણી કાયરતામાં બદલાયેલી સહિષ્ણુતાને ત્યાગી દઈશુ તો જરૂર આ ભયથી મુક્તિ મેળવીશુ.


આ પણ વાંચો :