બે દિવસ પહેલાની વાત છે. ઓફિસથી ઘરે પરત ફરતા ડ્રાઈવર સાહેબે ગાડી ખોટે રસ્તે લઈ લીધી. મારા ટોકતા તેમને મારા પર જ આરોપ લગાવી દીધો.
તમે ક્યારથી ફોન પર કોઈને ફિલ્મ ઉડતા પંજાબ અને નશા પર વાત કરી રહી છો. મારુ ધ્યાન તેણે મારો હતો. મારુ ગામ પંજાબમાં છે. નશાએ નાશ કરી નાખ્યો છે. અમારા ગામમાં એ નશાને ચિટ્ટા કહે છે. હવે ફિલ્મ બની રહી છે તો તેમા શુ નશાખોરી પણ ન બતાવે ?
તેના આ સવાલે મને ભાન કરાવ્યુ કે ડ્ર્ગ્સને લઈને બનેલ ફિલ્મ ઉડતા પંજાબ અને સેંસરશિપને લઈને વિવાદ એટલો મોટો થઈ ગયો છેકે જે મુદ્દાને આ ફિલ્મ ઉઠાવે છે તે બેકગ્રાઉંડમાં જતો રહ્યો. પંજાબનું એક ગામ છે મકબૂલપુરા, જ્યા નશાખોરીને કારણે એટલા પુરૂષોનુ મોત થઈ ચુક્યુ છે કે તેને 'વિલેજ ઑફ વિડોઝ' તરીકે ઓળખાવા માંડ્યુ છે.
2009ના લોકસભા ચૂંટણીમાં મે પંજાબ આખુ ફરી હતી. ખેડૂતોની દયનીય સ્થિતિ પર એક રિપોર્ટ કરવા માટે જ્યારે હુ એક વૃદ્ધ ખેડૂતને મળી તો તેણે પોતાની વાત આ રીતે કહી.. 'મારા ખેતર તો ફરી લહેરાશે. આ વૃદ્ધ હાડકામાં એટલો દમ છે. પણ મારા ઘરની રોનક કેવી રીતે આવશે. નશાએ તો મારા પુત્રને જ ભરખી લીધો.'
જુદા જુદા સર્વે રિપોર્ટ પંજાબમાં ડ્રગ્સની સમસ્યાને લઈને ગંભીર પરિણામોની વાત થતી રહે છે. કેન્દ્ર સ્રરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે આ વર્ષે પંજાબના દસ જીલ્લામાં સર્વે કરાવ્યો છે. જેને સોસાયટી ફોર પ્રમોશન ઑફ યૂથ એંડ માસેજ (એપીઆઈએમ)એ એમ્સ સાથે મળીને કર્યો છે.
તેમના મુજબ પંજાબમાં ડ્રગ્સ અને દવાઓની લતના ચપેટમાં લગભગ 2.3 લાખ લોકો છે. જ્યારે કે લગભગ 8.6 લાખ લોકો વિશે અનુમાન છે કે તેમને લત તો નથી પણ તેઓ નશીલા પદાર્થોનો ઉપયોગ કરે છે. સર્વે સાથે જોડાયેલ લોકોની ચિંતા છે કે આમાંથી જ મોટાભાગના લોકો ધીરે ધીરે નશાથી ટેવાય જાય છે.
રિપોર્ટ મુજબ નશા કરનારાઓમાં 99 ટકા માણસો, 89 ટકા ભણેલા, 54 ટકા પરણેલા લોકો છે. હેરોઈન સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતો માદક પદાર્થ છે (53 ટકા). હેરોઈન ઉપયોગ કરનારા આના પર રોજ 1400 રૂપિયા ખર્ચ કરી નાખે છે.
--
જેની ઝલક ગીત-સંગીત, ગીતોમાં પણ દેખાય છે. ખાસ કરીને જે રીતે દારૂ અને શરાબને મર્દાનગી સાથે જોડીને મીઠુ મરચુ ભભરાવીને હાલ પંજાબી ગીતોમાં રજુ કરવામાં આવે છે. તેનાથી એવી છબિ ઉભી થાય છે કે જાણે ડ્રગ્સ લેવુ ખૂબ શાનની વાત હોય.
જેવી રીત આ ગીત - જિન્ની તેરી કોલેજ દી ફીસ જલ્લિએ, એની નાગની જટ્ટા દા પુત્ત ખાંદા તડકે'. મતલબ એ કે છોકરો છોકરીને આ વાતની ડીંગ મારી રહ્યો છે કે જેટલી તારા કોલેજની ફી છે, એટલાની તો જાટનો પુત્ર સવારે નાગની (મતલબ અફીમ) ખાઈ લે છે. કે પછી હની સિંહની 'એના વી ન ડોપ-શોપ મારયા કરો' જે ડ્રગ્સને એકદમ હ હિપ અને કુલ ફીલ આપે છે.
પંજાબમાં સ્થિતિ વધુ બગડી જ્યારે હેરોઈનની તસ્કરી મોટા પાયા પર શરૂ થઈ ગઈ. પંજાબમાં પાકિસ્તાન સીમા સાથે અડેલા વિસ્તારોમાં સમસ્યા સૌથી વધુ છે. જ્યાથી અફગાનિસ્તાનથી થઈને હેરોઈનની ભારતમાં તસ્કરી કરવામાં આવે છે.
આ વર્ષે બીએસએફના હાથે પંજાબ સીમા પર હેરોઈનની તસ્કરી પકડવાના ઓછામાં ઓછા 6 મોટા મામલા સામે આવી ચુક્યા છે. મે મા બીએસએફએ પંજાબ સીમા પરથી 18 કિલો હેરોઈન પકડ્યુ... અને આ પ્રકિયા અનેક વર્ષોથી ચાલુ છે.
ચંડીગઢ સ્થિત સંસ્થા આઈડીસીએ પણ પંજાબના સીમાવર્તી જીલ્લાનો અભ્યાસ કર્યો હતો. પ્રોફેસર પીએસ વાર્તા પોતાની રિપોર્ટમાં લખે છે. એક મામલો તો એવો પણ હતો, જ્યા ચા વેચનારનો 12 વર્ષનો પુત્ર બીડી પીવા લાગ્યો અને ધીરે ધીરે પછી સુકી ભાંગથી ટેવાય ગયો અને તેને સંગરુરના નશામુક્તિ કેન્દ્રમાં લઈ જવો પડ્યો. આવા બાળકો ડ્રગ્સની તસ્કરીમાં જોડાય જાય છે અથવા તો પછી ચોરી-ચપાટી કરવા માંડે છે.
રાહુલ ગાંધીએ 2014ના લોકસભા ચૂંટણીમાં જ્યારે નિવેદન આપ્યુ હતુ કે પંજાબમાં 70 ટકા લોકો નશાના શિકાર છે તો તેના પર ખૂબ નિવેદનબાજી થઈ કે આંકડા પોતાના મનથી કહેવાય રહ્યા છે. પછી વાત રાજનીતિની ચર્ચામાં આમ જ દબાઈ ગઈ.
આ વાર પર વિરોધ હોઈ શકે છે કે પંજાબમાં કેટલા ટકા લોકો નશાની ચપેટમાં છે પણ તેનાથી જીવન બરબાદ થઈ રહ્યુ છે તેના નિશાન ડગલે ને પગલે દેખાય છે.
ભાંગડા અને સરસવના ખેતરવાળા પંજાબની બીજી હકીકત પણ છે. જે પંજાબી ફિલ્મોના ગીતોમાં ઝલકાય જાય છે. હવે ફિલ્મ ઉડતા પંજાબના બહાને આ જીન બોટલમાંથી બહાર આવી તો ગયો જ છે. નહી તો આવા પંજાબી ગીતોથી કામ ચલાવવુ પડે છે, જેમા છોકરો છોકરીને કહે છે કે 'સૂખી વોડકા ન મારયા કરો, થોડા બહુત લિમકા વી પા લિયા કરો.' અને તેના પર સેંસરની કોઈ કાતર પણ ચાલતી નથી.