બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By હરેશ સુથાર|

નેનો બદલશે ગુજરાતની સિકલ !

રોજગારીની વિપુલ તકો સર્જાશે...

N.D

કર્ણાટક જઇ આવેલી નેનો હવે ક્યાં જશે ? એ પ્રશ્ન ઉપર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે. છેવટે મોદી સરકારે નેનો રૂપી વધુ એક યશકલગી પોતાને નામ કરી છે. મહત્વની વાત તો એ છે કે, નેનોના આગમનથી સાચે જ ગુજરાતની સિકલ બદલાઇ જશે.આમ પણ આજનો દિવસ મોદી સરકાર માટે મહત્વનો છે. આજે મોદી સરકાર આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે થનાર આ જાહેરાત એમાં ચાર ચાંદ લગાવી દેશે.

મોદી-ટાટા કરશે જાહેરા
નેનો અંગેની ઉઠેલી અટકળોનો આજં સાંજે સાડા પાંચ વાગે અંત આવશે. આજે સવારે મળેલી કેબિનેટની બેઠકમાં નેનો પ્રોજેક્ટને મંજૂરી આપી દેવાઇ છે અને સાણંદ નજીક જમીન ફાળવવા પણ પ્રયાસો શરૂ કરાઇ દેવાયા છે. પરંતુ આ અંગેની સત્તાવાર જાહેરાત આજે સાંજે યોજાનાર એક પ્રેસ કોન્ફરન્સમાં મોદી અને ટાટા સંયુક્ત રીતે કરશે.

નેનો આવી ગુજરાત...
મુખ્યમંત્રી તરીકે આજે આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરનારી નરેન્દ્ર મોદીની સરકાર માટે આજનો દિવસ ઘણી બધી રીતે મહત્વનો છે. મમતા બેનર્જીના વિરોધને કારણે નેનો પ્રોજેક્ટને સિગુરમાંથી હટાવી દેવાતાં તમામ રાજ્યોએ નેનો માટે લાલ જાજમ બીછાવી હતી. પરંતુ સાડા પાંચ કરોડ જનતાનો નાથ હોવાની વાતો કરતા આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બાજી પોતાની તરફેણમાં કરી દીધી છે.

અન્ય રાજ્યોને આપી મ્હાત...
મોટા રાજ્યોની લાઇનમાંથી નેનોને એક ઝાટકે પોતાના રાજ્યમાં ખેંચી નરેન્દ્ર મોદીએ પોતાની તાકાતનો પરચો તો રાજકીય અગ્રણીઓ સહિત ઉદ્યોગ ગૃહોને આપી દીધો છે ત્યારે આ નિર્ણય ગુજરાતની સિકલ બદલી શકે તેમ છે.

રોજગારીની વિપુલ તકો સર્જાશ
નેનોના આગમનનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે એને લઇને રાજ્ય સહિત અન્ય રાજ્યોના ઉદ્યોગપતિઓ, વ્યાયાર અખબારના પ્રતિનિધિ સહિત આમ જનતામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જાણકારોના મત મુજબ નેનોની સાથોસાથ અન્ય ઉદ્યોગો પણ ગુજરાતમાં ખેંચાઇ આવશે જેનાથી રોજગારીની વિપુલ તકો ઉભી થશે. આવનારા દિવસોમાં ગુજરાત એક નંબર ઔદ્યોગિક રાજ્ય તરીકે વિકસી શકે તેમ છે.

ગુજરાત બનશે ઓટો હબ...
નેનોની સફળતા તથા તેને મળનારી સગવડોથી આકર્ષાઇ બજાજ, મહેન્દ્રા એન્ડ્ મહેન્દ્રા સહિતની ઓટો કંપનીઓ પણ આવે તો નવાઇ નહીં કહેવાય. આમ આ બધી બાબતો જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાત ઓટોમોબાઇલ ક્ષેત્રે કાઠું કાઢશે અને એક મોટા હબ તરીકે ઉપસી આવશે.

દંગા પછી ધંધાની વા
2002મા થયેલા ગોધરા કાંડ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનોને પગલે રાજ્યની છબી એક તોફાની રાજ્ય તરીકે ખરડાઇ હતી. જોકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક કટ્ટર હિન્દુવાદી નેતાની પોતાની છાપની સાથોસાથ નેનોને રાજ્યમાં લાવી એક વિકાસશીલ મુખ્યમંત્રી તરીકેની છાપ ઉભી કરી છે. જેથી આવનારા દિવસોમાં રાજ્યની પ્રતિભા વધુ સ્વચ્છ અને પ્રગતિશીલ બનશે એ વાત ચોક્કસ છે.