લોકપ્રિયતાના મામલે મોદી બન્યા ‘કરોડપતી'

P.R
લોકપ્રિયતાના મામલામાં ભાજપના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યࡄમંત્રી નરેન્દ્ર મોદી ‘કરોડપતી' બની ગયા છે.

આજે સોશ્યિનલ સાઇટ ‘ફેસબુક' ઉપર તેમના પેજ લાઇકસની સંખ્યા્ ૧ કરોડની ઉપરની થઇ ગઇ છે. વિપક્ષોની ટીકાઓ છતા મોદી લોકોમાં ભારે લોકપ્રિય બની ગયા છે. દેશમાં મોદી તમામ રાજકીય નેતાઓથી આગળ છે. મંગળવારે તેમને મળેલા પ લાખ ૭૮ હજાર ૮૯પ લાઇકસને કારણે મોદી ફેસબુક પેઇજ પર કુલ લાઇકસ ૧ કરોડ ૩ લાખ ૪૬ હજાર પ૬૭ની થઇ છે.

પેઇજને લાઇકસ કરનારા ફેસબુક યુર્જસમાંથી ૯૩ લાખ ૧૨ હજાર ૪૩૩ ભારતના અને ૧૦ લાખ ૩૪ હજાર ૧૩૪ વિદેશી છે.

લાઇકસના મામલામાં કરોડપતી બનવાની સાથે જ મોદી વિશ્વમાં સૌથી વધુ ફેસબુક લાઇકસ વાળા ત્રીજા અને ભારતના પ્રથમ નેતા બન્યાવ છે. તેમની આગળ અમેરીકાના રાષ્ટ્રકપતિ બરાક ઓબામા અને રિપબ્લીાકન પાર્ટીના નેતા મીટ રોમની છે.

ઓબામાના ફેસબુક પેઇજ પર કુલ ૩ કરોડ ૮૮ લાખ ૭૭ હજાર ૪૭૪ લાઇકસ છે. તો મીટ રોમના પેઇજ પર ૧ કરોડ ૧૩ લાખ ૪૪ હજાર ૯૩૮ છે. ભારતમાં ફેસબુક લાઇકસના મામલામાં મોદી પછી અરવિંદ કેજરીવાલ બીજા ક્રમે છે. તેમના ફોલોઅર્સની સંખ્યાન ૪૨ લાખ ૩૦ હજાર ૩૬૬ છે. જે મોદીના લાઇકસ કરતા દોઢ ગણી ઓછી છે. અત્રે એ નોંધનીય છે કે રાજકીય હસ્તી માં ટવીટર લોકપ્રિયતાના મામલામાં મોદી વિશ્વમાં ૯માં ક્રમે છે.


આ પણ વાંચો :