ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

ધ મર્ડરર

IFM
નિર્માતા : સલી
નિર્દેશક : રાજ એન સિપ્પી
ગીત : ઈબ્રાહીમ અશ્
સંગીત : સોહેલ સેન
કલાકાર : મિમોહ ચક્રવર્તી, સિમરન, મધુ, મોનાલિસા, રજા મુરાદ, મિલિંદ ગુણાજી, શાંતિ પ્રિયા, શક્તિ કપૂર, આશુતોષ રાણા.

મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ ચક્રવર્તીના કેરિયરમાં કોઈ ખાસ પ્રગતિ ન જોવા મળી. ખોટી ફિલ્મોથી તેમણે શરૂઆત કરી અને તેની કેટલીક ફિલ્મો અત્યાર સુધી પ્રદર્શિત ન થઈ શકી. 'ધ મર્ડરર' ના દ્વારા તેઓ એક વાર ફરી કોશિશ કરી રહ્યા છે, જે એક મ્યુજિકલ થ્રિલર છે.

રોકી (મિમોહ ચક્રવર્તી) એક પોપ સિંગર છે, જે હોટલ હૈમિલ્ટન પેલેસમાં ગાય છે. રોકી છોકરીઓની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે અને દરેક છોકરી તેની મિત્ર બનવા માંગે છે. નેહા (મોનાલિસા)રોકીની સાથે પરફોર્મ કરે છે અને મનમાં ને મનમં તેને પ્રેમ કરે છે. તેણે પોતાના પ્રેમને હજુ સુધી વ્યક્ત નથી કર્યો રોકી એના દિલની વાત નથી જાણતો અને તેને પોતાની મિત્ર માને છે

IFM
મહિમા(સિમરન) નામની એક છોકરી છે જે રોકી ની ઘેલી છે રોકીન દિલમાં પ્રિયંકા (મધુ) વસી ગઈ છે, જે એ જ હોટલમાં રોકાઈ છે જ્યા રોકી ગાય છે. રોકીના દિલની વાત જાણીને નેહા અને મહિમાને ખૂબ જ આઘાત લાગે છે અને મહિમા આત્મહત્યા કરી લે છે.

રોકીને આ ઘટના બદલ દોષી માનવામાં આવે છે અને એ ફંસાય જાય છે. કેવી રીતે એ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળે છે, આ ઝડપી ગતિથી ભાગતી એક એક્શન ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે.