શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 25 ડિસેમ્બર 2020 (13:28 IST)

Coolie No 1 Review: જૂની સ્ટોરી અને નબળી કૉમિક ટાઈમિંગવાળી નવી ફિલ્મ

કુલી નંબર 1
સ્ટારકાસ્ટ: વરૂણ ધવન, સારા અલી ખાન, પરેશ રાવલ, જાવેદ જાફરી, રાજપાલ યાદવ
દિગ્દર્શક: ડેવિડ ધવન
 
વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ 'કુલી નંબર 1' એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વરૂણ ધવનની કોમિક ટાઈમિંગ ઘણી સારી છે., તેણે તેની ભૂમિકાને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ 1995 ની ફિલ્મના રિમેકના રૂપમાં  રિલીઝ થયેલી આ ફિલ્મ જૂની વાર્તા પર સંપૂર્ણ રીતે ચાલતી હોય તેવું લાગે છે. કાદરખાન અને ગોવિંદાને મિસ કરવા ઉપરાંત, તમે કોમિક ટાઇમિંગ પણ મિસ કરશો.  પરેશ રાવલે આ ફિલ્મમાં કાદર ખાનની જગ્યા લીધી છે. તે તેની ભૂમિકાને પૂરો ન્યાય આપતા જોવા મળી રહ્યા છે, પરંતુ કોમિક ટાઈમિંગમાં કાદરખાન જેવી વાત નથી જોવા મળતી. 
 
આ ફિલ્મમાં સારા અલી ખાનને જોવા માટે ચાહકો લાંબા સમયથી રાહ જોતા હતા, પરંતુ તેમનો રોલ ફક્ત ગીતો પૂરતો મર્યાદિત દેખાય રહ્યો છે. રાજપાલ યાદવ પુત્રીના મામાની ભૂમિકા ભજવી રહ્યો છે, જેણે પોતાના ચિર પરિચિત અંદાજમાં હસાવવાનો પૂરો પ્રયત્ન કર્યો  છે.
 
સ્ટોરી : ગોવિંદાની 'કુલી નંબર 1' માં વાર્તા ગામ પર આધારિત હતી, પરંતુ આ વખતે લોકેશન બદલીને ગોવામાં કરવામાં આવ્યું છે. સ્ટોરી લગભગ જૂની જ છે. પરેશ રાવલે આ વખતે કાદર ખાનની જગ્યા લીધી છે, જેઓ પોતાની કોમેડી માટે જાણીતા છે. હવે વાત આ ફિલ્મની સ્ટોરીની કરીએ. ગોવાના શ્રીમંત ઉદ્યોગપતિ રોઝારિયો (પરેશ રાવલ) નું સપનું છે કે તેની બંને પુત્રીઓ સમૃદ્ધ છોકરાઓ સાથે લગ્ન કરશે. પંડિત જય કિશન (જાવેદ જાફરી) દ્વારા લાવેલ એક લગ્નના પ્રસ્તાવને એટલા માટે ઠુકરાવે છે કારણ કે તે બસમાં બેસીની આવ્યા હોય છે અને તેમનુ અપમાન પણ કરે છે. ત્યારબાદ પંડિત તેને પાઠ શિખવવાનું નક્કી કરે છે.
આ  બદલા સ્વરૂપે તે રોઝારિયોની પુત્રીના લગ્ન કુલીનું કામ કરનાર વરૂણ ધવન સાથે કરાવી દે છે. . ફિલ્મમાં સારા અલી ખાનનું નામ સારા રાખવામાં આવ્યું છે. રાજુ (વરુણ ધવન) નામ બદલીને કરોડપતિ કુંવર મહેન્દ્ર પ્રતાપ સિંહ બની જાય છે. . પરંતુ આ ચાલ  સફળ થતી નથી અને હકીકત સૌની સામે આવી જાય છે. આનાથી બચવા માટે રાજુ જોડિયા ભાઈ હોવાનુ જુઠ્ઠાણુ બોલે છે. સારા સાથે લગ્ન કરવા માટે તે ઘણા જૂઠ્ઠાણામાંથી પસાર થવુ પડે  છે અને મુશ્કેલીમાં મુકાય છે.
 
કેવો છે અભિનય - કુલી રાજુની ભૂમિકામાં વરૂણ ધવને પ્રેક્ષકોનું મનોરંજન કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક દ્રશ્યોમાં કોમિક ટાઈમિંગનો અભાવને છોડી દેવામાં આવે તો  તે આ પાત્રમાં સફળ જોવા મળ્યો છે. સારા અલી ખાન અને વરૂણ ધવને ગીતો પર સારુ પરફોર્મેંસ કર્યુ  છે. જાવેદ જાફરી, રાજપાલ યાદવ જેવા કલાકારોએ પોતાના નાનકડા રોલ સાથે ન્યાય કરવાની કોશિશ કરી છે. . જો કે, એમ કહી શકાય કે નબળી સ્ક્રિપ્ટને કારણે અભિનેતાઓને કંઈક વિશેષ કરવાની તક ન મળી.
નિર્દેશન : ભલે પાત્રો અને લોકેશન બદલાયા હોય, પરંતુ કમજોર નિર્દેશન અને ડાયલોગ સારા ન હોવાને કારણે દર્શકોને બાંધી રાખવામાં નિષ્ફળ જોવા મળી રહી છે. 1995 થી 2020 સુધીના આ સમયમાં ઘણું બદલાયું છે, પરંતુ લાગે છે કે ડેવિડ ધવન જૂની ફિલ્મની સફળતાને કમાવવાનો પ્રયાસ કરવામાં લાગ્યા છે.